બોલિવુડમાંથી સામે આવ્યા દુખદ સમાચાર ! ફિલ્મ ‘જબ વી મેટ’ના દિગ્ગજ હસ્તીનું થયું મોત, બૉલીવુડ રડી પડ્યું

Ustad Rashid Khan Passes Away: હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતને પોતાના પ્રખ્યાત અવાજથી અગણિત શ્રોતાઓ સુધી પહોંચાડનાર સંગીત ઉસ્તાદ રાશિદ ખાનનું મંગળવારે બપોરે એક હોસ્પિટલમાં પ્રોસ્ટેટ કેન્સરને કારણે અવસાન થયું હતુ. રાશિદ ખાન છેલ્લા ચાર વર્ષથી પ્રોસ્ટેટ કેન્સરથી પીડિત હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ 55 વર્ષના હતા. તેમના પરિવારમાં પત્ની ઉપરાંત બે પુત્રો અને એક પુત્રી છે.

સંગીત જગતના બાદશાહ ઉસ્તાદ રાશિદ ખાનની મંગળવારે તબિયત અચાનક બગડી હતી. તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા, બીમારી હોવા છતાં પણ રાશિદ ખાનની દિનચર્યામાં કોઈ ફેરફાર થયો નહોતો. તે હોસ્પિટલમાં પણ રિયાઝ કરતા હતા. જણાવી દઇએ કે, ઉસ્તાદ રાશિદ ખાનનો જન્મ 1 જુલાઈ 1968ના રોજ ઉત્તર પ્રદેશના બદાયૂંમાં થયો હતો. તેઓ રામપુર-સહસવાન પરિવારથી તાલ્લુક રાખતા હતા.

આ ઘરાનાના સ્થાપક ઉસ્તાદ ઇનાયત હુસૈન ખાન હતા, જેઓ રાશિદના પરદાદા હતા.રાશિદ ખાને 11 વર્ષની ઉંમરે સંગીત સમારોહમાં તેમનું પ્રથમ પ્રદર્શન આપ્યું હતું. 14 વર્ષની ઉંમરે, તેઓ ITC મ્યુઝિક રિસર્ચ એકેડમી, કોલકાતામાં જોડાયા. તેઓ તેમની ગાયકી શૈલી માટે જાણીતા હતા. કહેવાય છે કે પંડિત ભીમસેન જોશીએ રાશિદ ખાનને ‘ભારતીય સંગીતનું ભવિષ્ય’ ગણાવ્યા હતા.

ઉસ્તાદ રાશિદ ખાનને બાળપણમાં સંગીતમાં ઓછો રસ હતો. તેમણે નિસાર હુસૈન ખાન અને ગુલામ મુસ્તફા ખાન પાસેથી ગાયકીની યુક્તિઓ શીખી હતી. રાશીદ ખાનને વર્ષ 2006માં ‘પદ્મશ્રી’ અને ‘સંગીત નાટક અકાદમી એવોર્ડ’ જ્યારે 2022માં ‘પદ્મ ભૂષણ’ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. ઉસ્તાદ રાશિદ ખાને બોલિવૂડમાં ઘણુ કામ કર્યું હતું. તેમણે કેટલાક પ્રખ્યાત ગીતો પણ ગાયા છે, જેમાંથી 2007માં રિલીઝ થયેલી ફિલ્મ ‘જબ વી મેટ’ના લોકપ્રિય ગીત ‘આઓગે જબ તુમ સજના’ અક છે.

આ ઉપરાંત તેમણે ફિલ્મ ‘કિસના: ધ વોરિયર પોએટ’ના ‘કાહે ઉજાડી મોરી નીંદ, તોરે બિના મોહે ચૈન નહીં’, ‘માય નેમ ઈઝ ખાન’ના અલ્લાહ હી રહમ, ફિલ્મ ‘શાદી મેં જરૂર આના’નું તુ બનજા ગલી સંગ જેવા પ્રખ્યાત ગીતો ગાયા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

Shah Jina