USથી ડિપોર્ટ 112 ભારતીયોની ત્રીજી બેચ અમૃતસર પહોંચી : હરિયાણાના 44, પંજાબના 33… અત્યાર સુધી 335 લોકો પરત આવ્યા
ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેવા બદલ અમેરિકામાંથી હાંકી કાઢવામાં આવેલા ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સનું ત્રીજુ સમૂહ 16 ફેબ્રુઆરીની રાત્રે અમૃતસર પહોંચ્યુ. યુએસ એરફોર્સનું C-17 ગ્લોબમાસ્ટર વિમાન રાત્રે લગભગ 10 વાગ્યે અમૃતસરના શ્રી ગુરુ રામદાસ જી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતર્યું હતુ. આ વિમાનમાં 112 લોકો સવાર હતા. છેલ્લા 10 દિવસમાં ગેરકાયદેસર ભારતીયોને લાવવા વાળી આ ત્રીજી ફ્લાઇટ છે.
અહેવાલ મુજબ, ડિપોર્ટ કરાયેલા લોકોમાં 44 હરિયાણાના, 33 ગુજરાતના, 31 પંજાબના, બે ઉત્તર પ્રદેશના અને એક-એક ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના છે. કેટલાક ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના પરિવારો તેમને લેવા માટે અમૃતસર એરપોર્ટ પહોંચ્યા હતા. ઇમિગ્રેશન, વેરિફિકેશન અને બેકગ્રાઉન્ડ ચેકિંગ સહિતની તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી તેમને ઘરે પાછા ફરવાની મંજૂરી છે. અધિકારીઓએ તેમને ઘરે પહોંચાડવા માટે પરિવહનની વ્યવસ્થા પણ કરી છે.
આ પહેલા 15 ફેબ્રુઆરીની રાત્રે 116 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને બીજું યુએસ લશ્કરી વિમાન અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું હતું. ડિપોર્ટ કરાયેલા લોકોએ દાવો કર્યો હતો કે તેઓ આખી ફ્લાઇટ દરમિયાન હથકડીમાં બંધાયેલા હતા. એક વ્યક્તિએ કહ્યું, આખી મુસાફરી દરમિયાન અમારા પગમાં સાંકળો અને હાથમાં હાથકડી હતી. વિમાનમાં ત્રણ મહિલાઓ અને ત્રણ બાળકો હતા, ફક્ત તેમને હાથકડી લગાવવામાં આવી ન હતી.
વિમાન અમૃતસરમાં ઉતરતા પહેલા બેડીઓ ખોલવામાં આવી હતી. વિમાન અમૃતસર પહોંચતાની સાથે જ પંજાબના પટિયાલા જિલ્લાના રાજપુરાના બે નિર્વાસિતોની હત્યાના કેસમાં ધરપકડ કરવામાં આવી. સંદીપ સિંહ ઉર્ફે સની અને પ્રદીપ સિંહ પર 2023માં દાખલ હત્યાના એક મામલામાં આરોપી હતા. 5 ફેબ્રુઆરીએ 104 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સના પહેલા સમૂહ સાથે યુએસ લશ્કરી વિમાન અમૃતસર પહોંચ્યું હતુ. અત્યાર સુધીમાં, અમેરિકાએ ત્રણ ફ્લાઇટ્સ દ્વારા કુલ 332 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કર્યા છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકાથી અમૃતસર આવેલ 33 ગુજરાતીઓ પૈકીના ચાર પેસેન્જર ફ્લાઈટમાં અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા. જ્યારે અન્ય 29 બપોરે આવનારી અન્ય ફ્લાઈટમાં અમદાવાદ પહોંચવાના છે. દિવ્ય ભાસ્કરના રીપોર્ટ પ્રમાણે 33 ગુજરાતીઓમાં સપના ચેતનસિંહ રાણા, ચિલોડા, ગાંધીનગર….દક્ષરાજસિંહ ચેતનસિંહ રાણા, ચિલોડા, ગાંધીનગર…અક્ષરાજસિંહ ચેતનસિંહ રાણા, ચિલોડા, ગાંધીનગર…પાયલ અનિલકુમાર પ્રજાપતિ, કલોલ…દીપ ઘનશ્યામભાઈ પટેલ, કડી…સાક્ષીબેન દીપ પટેલ, કડી…હસમુખ રેવાભાઈ પટેલ, વીજાપુર… ધવલભાઈ કિરીટકુમાર લુહાર, કલોલ…પૂજા ધવલભાઈ લુહાર, કલોલ…રુદ્ર ધવલભાઈ લુહાર, કલોલ…નીત તુષાર પટેલ, નરોડા…
તુષાર પ્રવીણચંદ્ર પટેલ, નરોડા…ચેતનાબેન તુષાર પટેલ, નરોડા…હિમાંશી ચિરાગકુમાર પટેલ, નારણપુરા…ચિરાગકુમાર શૈલેષકુમાર પટેલ, નારણપુરા…હાર્દિકકુમાર દશરથભાઈ પટેલ, નરોડા…સ્વાતિ હાર્દિક પટેલ, નરોડા…હેનિલ હાર્દિક પટેલ, નરોડા…દિશા હાર્દિક પટેલ, નરોડા…માહી રાજેશભાઈ પટેલ, ઘુમાસણ…જય રાજેશ પટેલ, ઘુમાસણ…હારમી રાજેશકુમાર પટેલ, ઘુમાસણ…મંજુલાબેન રાજેશભાઈ પટેલ, ઘુમાસણ…રાજેશ બળદેવભાઈ પટેલ, ઘુમાસણ…રણજિતભાઈ જયંતીભાઈ રાવલ, માણસા…ચેતનસિંહ ભરતસિંહ રાણા, ડભોડા, ગાંધીનગર…અનિલકુમાર ભીખાભાઈ પ્રજાપતિ, વેડા, કલોલ…આરવ અનિલકુમાર પ્રજાપતિ, વેડા, કલોલ…દૃષ્ટિ અનિલકુમાર પ્રજાપતિ, વેડા, કલોલ…હિતેશ રમેશભાઈ રામી, સુશિયા…જયેશકુમાર ભોલાભાઈ પટેલ, ડિંગુચા…હિરલબેન જયેશકુમાર પટેલ, ડિંગુચા…પ્રાંશ જયેશકુમાર પટેલ, ડિંગુચાનો સમાવેશ થાય છે.