બોલિવુ઼ડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા તેની ફેશન સ્ટાઈલને કારણે અવાર નવાર ચર્ચામાં રહે છે. ચાહકોને તેનો લુક ઘણો પસંદ પણ આવે છે. ઉર્વશી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તે ફોટોશૂટની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. ફરી એકવાર તેના લુકને કારણે ચર્ચામાં આવી છે. ઉર્વશીએ એક ફોટોશૂટ કરાવ્યું છે, જેનો તેણે વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે પેસ્ટલ ગાઉનમાં જોવા મળી રહી છે.
ઉર્વશીએ આ લુકને કંપલીટ કરવા માટે ડાયમંડ ઇયરિંગ્સ કેરી કરી છે અને વાળને વેવી કર્વ્સમાં ખુલ્લા રાખ્યા છે. આ સાથે તેણે પિંક અને સોફ્ટ મેકઅપ લુક ક્રિએટ કર્યો છે. આ વીડિયોને ઉર્વશીએ મારી ઘણી સ્માઇલ્સ તમારા સાથે શરૂ થાય છે લખી પોસ્ટ કર્યો છે. ચાહકો ઉર્વશીના આ લુકની ઘણી પ્રશંશા કરી રહ્યા છે.
એક યુઝરે લખ્યુ- ક્વીન ઓફ બોલિવુડ ઇન્ડસ્ટ્રી, તો બીજાએ લખ્યુ- તમે દુનિયામાં સૌથી ખૂબસુરત છો. જણાવી દઇએ કે, ઉર્વશી પોતાની પર્સનલ લાઈફને લઈને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. તેનું નામ ભારતીય ક્રિકેટર ઋષભ પંત સાથે જોડાયું છે. થોડા સમય પહેલા ઉર્વશી રૌતેલાએ પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહને તેના જન્મદિવસ પર અલગ રીતે શુભેચ્છા પાઠવી હતી, ત્યારબાદ તેના અને નસીમના લિંકઅપના સમાચારો ઉડવા લાગ્યા હતા.
હવે નસીમ શાહનું કહેવું છે કે તે ઉર્વશી રૌતેલા સાથે લગ્ન કરવા માંગે છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહને ઉર્વશી રૌતેલા સાથેના લગ્ન વિશે પૂછવામાં આવ્યું તો તેણે જવાબ આપ્યો, ‘જો હું તમને મેસેજ કરીશ’ તો તેને વાયરલ કરી દેશો. આ પછી તે કહે છે કે જો દુલ્હન તૈયાર છે તો હું લગ્ન કરીશ. નસીમ શાહનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો, ઉર્વશી રૌતેલા સાઉથની ફિલ્મ Waltair Veerayyaમાં જોવા મળી હતી. આમાં તેણે સુપરસ્ટાર ચિરંજીવી સાથે કામ કર્યું હતું. મૂવીમાં તેણે આઇટમ નંબર પર તેના સ્ટીમી ડાન્સ પરફોર્મન્સથી ચાહકોનું દિલ જીતી લીધું હતું. હવે ઉર્વશી રૌતેલા વેબ સિરીઝ ઈન્સ્પેક્ટર અવિનાશમાં રણદીપ હુડ્ડા સાથે જોવા મળશે.
View this post on Instagram