નવા વર્ષમાં પણ ફરી બધી હદ પાર કરી, નવી તસવીરો જોઈ લોકોએ કહ્યું, “કોઈ આને દરજીનો નંબર આપો !!”

બિગબોસ ઓટિટિ ફેમ ઉર્ફી જાવેદ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહે છે, ઉર્ફી જાવેદના ચર્ચામાં રહેવાનું કારણ તેનો દેખાવ કે તેનો અભિનય નથી, પરંતુ તેના કપડાં પહેરવાનો અંદાજ છે, જ્યારથી તે બિગબોસ ઓટિટિમાંથી બહાર થઈને આવી છે ત્યારથી તે અવનવા કપડામાં લોકોનું ધ્યાન ખેંચતી આવી રહી છે.

પોતાના આવા અતરંગી કપડાના કારણે જ તે સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હોય છે અને તેના કારણે જ તે ખુબ જ ટૂંકા સમયમાં એક મોટું નામ પણ બની ગઈ છે, નવા વર્ષની શરૂઆત સાથે જ ઉર્ફી જાવેદનો નવો અંદાજ પણ શરૂ થઇ ગયો છે અને તે હાલમાં જ એવા કપડામાં સ્પોટ થઇ ગઈ કે ઘણા લોકોએ તેને ટ્રોલ કરવામાં કોઈ કસર ના છોડી.

ઉર્ફી જાવેદ તેના કપડા સાથે પ્રયોગ કરતી રહે છે અને કેટલીકવાર તેને જાતે જ ડિઝાઇન કરે છે. ફરી એકવાર ઉર્ફી પેપરાજીની સામે રવિવારના રોજ મુંબઈના અંધેરી વિસ્તારમાં સ્પોટ થઇ હતી.  જ્યાં તેને પોઝ પણ આપ્યા. આ વખતે તેણે બ્લેક કલરનું કટઆઉટ થાઈ-હાઈ સ્લિટ ગાઉન પહેર્યું હતું. તેણે તેની ઉપર ગ્રે કલરનું જેકેટ પહેર્યું હતું. આ લુક સાથે તેણે મેચિંગ વ્હાઈટ હીલ્સ કરી અને તેના વાળ ખુલ્લા રાખ્યા.

ઉર્ફીનો વીડિયો સામે આવતા જ યુઝર્સે તેના કપડા વિશે ફરી એકવાર કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. ઉર્ફી કેમેરા સામે અલગ-અલગ સ્ટાઈલમાં પોઝ આપી રહી હતી. આ દરમિયાન એક પેપરાજી તેને સ્માઈલ કરવા માટે પૂછે છે, ત્યારે ઉર્ફી તેને કહે છે, “આ લુક સાથે સ્માઈલ ચાલશે નહીં” !

તેનો વીડિયો વાયરલ થતા “એક યુઝરે લખ્યું, “બહેન, ઓછામાં ઓછા શિયાળામાં તો તમારી જાતને બરાબર ઢાંકી લો.” તો બીજાએ કહ્યું, “આમને કામ છે કે નહીં કે પછી રોજ તૈયાર થઈને તસવીરો ક્લિક કરાવવા નીકળી પડે છે.” તો એક યુઝર્સે કહ્યું કે, “કોઈ આને દરજીનો નંબર આપો.”

તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું,  “તે સમુદાયની તમામ મહિલાઓને નિયંત્રિત કરવા માંગે છે અને આ જ કારણ છે કે હું ઈસ્લામમાં વિશ્વાસ નથી રાખતી.” લગ્નના પ્રશ્નના જવાબમાં ઉર્ફીએ કહ્યું- “હું ક્યારેય મુસ્લિમ છોકરા સાથે લગ્ન નહીં કરું. હું ઈસ્લામમાં માનતી નથી અને હું કોઈ ધર્મનું પાલન કરતી નથી. તેથી જ હું કોને પ્રેમ કરું છું તેની મને પરવા નથી. અમે જેને ઈચ્છીએ તેની સાથે લગ્ન કરી શકીએ છીએ.”

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

તેનું કહેવું છે કે ધર્મનું પાલન કરવા માટે દબાણ ન કરવું જોઈએ. પોતાના અંગત જીવન વિશે વાત કરતા ઉર્ફી જાવેદે કહ્યું “મારા પિતા ખૂબ જ રૂઢિચુસ્ત હતા. જ્યારે હું 17 વર્ષની હતી ત્યારે તેમને મારા ભાઈ-બહેનો અને માતાને છોડી દીધા. મારી માતા ખૂબ જ ધાર્મિક મહિલા છે, પરંતુ તેમણે ક્યારેય અમારા પર ધર્મ થોપવાનો પ્રયાસ કર્યો નથી. મારા ભાઈઓ અને બહેનો ઈસ્લામનું પાલન કરે છે, પણ હું નથી કરતી.”

Niraj Patel