ફૂલોથી બનેલી બિકિ પહેરી બોડી ફ્લોન્ટ કરતી જોવા મળી ઉર્ફી જાવેદ, કોઇએ માર્યા મેણા તો કોઇએ કરી કોન્ફિડન્સની પ્રશંસા

ઉર્ફી જાવેદે પહેરી ફૂલોથી બની બિકિ, ટ્રોલર્સ બોલ્યા- તારુ લેવલ જ કંઇક અલગ છે…જોઈ લો વીડિયો

બિગબોસ ઓટીટીથી લાઇમલાઇટમાં આવેલી ઉર્ફી જાવેદ બધી વખતે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી જ લે છે. પોતાના અતરંગી ફેશન સેંસને કારણે ભલે ઉર્ફી જાવેદ ટ્રોલ થતી રહે પરંતુ તે સતત છવાયેલી રહે છે. ક્યારેક બોલ્ડ ડ્રેસ પહેરી તો ક્યારેક પોતાના નામનો સ્પેલિંગ બદલી તે હંમેશા લાઇમલાઇટ લૂંટવામાં સફળ થાય છે. પેપરાજી વચ્ચે તો ઉર્ફી જાવેદની તસવીરો ક્લિક કરવા માટે તો દોડ લાગે છે. ઉર્ફીનો જલવો કોઇ સ્ટારથી કમ નથી. ત્યારે ફરી એકવાર ઉર્ફી જાવેદ લોકોનું અટેંશન મેળવી રહી છે.

આ વખતે કપડાથી નહિ પરંતુ ફૂલોથી ઉર્ફી જાવેદ ધમાલ મચાવી રહી છે. ટીવી અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ફૂલોથી બનેલ બિકિ પહેરેલૂ નજર આવી રહી છે.તેણે બિકી પર યલો ફૂલો ચોંટાડ્યા છે. આ લુક સાથે તેણે તેના વાળ ખુલ્લા રાખ્યા છે અને હળવો મેકઅપ કર્યો છે. પીળા ફૂલોથી બનેલી બિકી પહેરીને ઉર્ફી જાવેદ બગીચામાં પહોંચી હતી. વીડિયોમાં ઉર્ફી તેની બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by (@bollywood_garmis)

આ બિકી પહેરીને ઉર્ફી જાવેદ એવી રીતે ફ્લર્ટ કરી રહી છે કે તે કોઈને પણ પાગલ કરી શકે. ઉર્ફીએ આ વીડિયો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેનો વીડિયો જોઈને કેટલાક તેના વખાણ કરી રહ્યા છે તો કેટલાક ટ્રોલ કરી રહ્યા છે. ઉર્ફી જાવેદને ફ્લોરલ બિકી પહેરેલી જોઈને એક વ્યક્તિએ કોમેન્ટમાં લખ્યું- તમારો આત્મવિશ્વાસ અદ્ભુત છે, તમે દરેક વસ્તુનો પ્રયોગ કરો છો. એકે લખ્યું- લોકોને અવગણવું અને આત્મવિશ્વાસ સાથે બોલ્ડ લુક આપવો એ મોટી હિંમતનું કામ છે.

એકે પૂછ્યું – શું તમારી પાસે કપડાં નથી? એકે લખ્યું – તમારુ લેવલ જ અલગ છે. એકે કહ્યું- હવે આ જ જોવાનું બાકી હતું. અન્ય એકે કહ્યું – ઓહ ડિયર, તે ફૂલને તો છોડી દીધા હોત. એકે તો મજાકમાં લખ્યું – બાબા નિરાલા તમારું સ્થાન જાણવા માંગે છે. તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. તે દરરોજ નવી-નવી સ્ટાઈલમાં બહાર આવીને લોકોને સરપ્રાઈઝ કરતી રહે છે. તાજેતરમાં તેણે તેના નામની સ્પેલિંગ બદલી છે.

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)

તેણે પોતાના નામની જોડણીમાં O શબ્દ (Uorfi) ઉમેર્યો હતો. જો કે, સ્પેલિંગ બદલ્યા પછી, તેણે કહ્યું કે તેને ઉર્ફી જ કહેવામાં આવશે, આ શબ્દ ઉમેરવાથી તેના નામના ઉચ્ચારમાં કોઈ ફરક નહીં પડે.

Shah Jina