લવ મેરેજના 2 મહિના પછી ઉપલેટાના 19 વર્ષીય યુવતીએ કરી આત્મહત્યા, હિનાને લગ્ન પછી ખબર પડી કે….

ગુજરાતમાંથી ઘણીવાર આપઘાતના મામલા સામે આવે છે. ત્યારે હાલમાં ઉપલેટાના ખાખીજાળીયામાંથી એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં લવ મેરેજના 2 મહિના બાદ જ 19 વર્ષીય યુવતિએ આપઘાત કરી લીધો હતો. હિના ગોયલના આવા પગલાને કારણે પરિવારમાં પણ શોકની લાગણી પ્રસરી ગઈ છે. હિનાએ પિતાના ઘરે ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો હતો. જણાવી દઇએ કે, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરના મયુર આહીર સાથે હિનાએ પરિવારની જાણ બહાર કોર્ટ મેરેજ કર્યા હતા અને હિના પિતાના ઘરે જ રહેતી હતી.

જો કે, હિનાને કોઇ કારણસર છૂટાછેડા જોઇતા હતા પણ સામાવાળા માનતા ન હોવાથી તેણે આ પગલું ભર્યુ હોવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે. આ મામલે મૃતક હિનાના કાકાના દીકરાએ જણાવ્યા કે હિના ધોરણ 7 સુધી જ ભણી હતી. તેની મયુર સાથે આંખ મળતા 2 મહિના પહેલા જ કોર્ટ મેરેજ કર્યા હતા. જો કે, આ અંગે હિનાના પરિવારને જાણ નહોતી. લગ્ન બાદ હિના તેના પિતાના જ ઘરે રહેતી હતી.

પ્રતિકાત્મક તસવીર

પરંતુ થોડા સમયમાં પરિવારને આ અંગે જાણ થતા કોઈ કારણસર હિના આ લગ્ન રાખવા માગતી ન હોવાથી છૂટાછેડા લેવા માગતી હતી. પણ આ મામલે યુવકને વાત કરતા સામાપક્ષે છૂટાછેડા ન આપવાનું કહેતા તેણે પિતાના જ ઘરે કોઈ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. જો કે, હિનાને ઉપલેટાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી પણ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

પ્રતિકાત્મક તસવીર

આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે અને આપઘાતના સાચા કારણની ખરાઈ કરવા વધુ તપાસ હાથ ધરી છે. એવું સામે આવ્યુ છે કે હિના બે બહેન અને એક ભાઈમાં મોટી હતી અને તેના પિતા ખેતી કામ કરે છે.

Shah Jina