ટ્રોલર્સથી હેરાન થઈને મહિલા પોલીસે આપી દીધું રાજીનામુ, કહ્યું… “મહેરબાની કરીને મને ટ્રોલ ના કરે…”

સોશિયલ મીડિયામાં ઘણા પોલીસ કર્મીઓને આપણે જોઈએ છે જે પોલીસ વર્દીમાં જ તેમના વીડિયો પણ બનાવતા હોય છે જેના કારણે તેમને ટ્રોલ્સનો સામનો પણ કરવો પડતો હોય છે. આવું કે એક મહિલા પોલીસ સાથે થયું હતું. જેના બાદ ટ્રોલર્સથી હેરાન થઈને મહિલા પોલીસ દ્વારા રાજીનામુ આપી દેવામાં આવ્યું છે.

આગ્રાના એમ એમ ગેટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહેલી પોલીસકર્મી પ્રિયંકા મિશ્રા સોશિયલ મીડિયામાં લોકોની કોમેન્ટથી ખુબ જ હેરાન થઇ ગઈ હતી. પ્રિયંકા મિશ્રાએ એક વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો, જેમાં તે એક ડાયલોગ ઉપર એક્ટિંગ કરતી જોવા મળી હતી.

ડાયલોગ હતો કે, “હરિયાણા પંજાબ તો બેકારમાં જ બદનામ છે. આઓ ક્યારેક ઉત્તર પરદેશમાં રંગાબાજી શું હોય છે તમને બતાવીએ. ના ગુંડાઈ ઉપર ગીતો વાગે છે, અને ના ગાડી ઉપર જાટ ગુર્જર લખાવે છે. અમારે ત્યાં તો 5 વર્ષના છોકરાઓ પણ કટ્ટો ચલાવે છે.”  આ વીડિયોની અંદર પ્રિયંકા પોલીસની વર્દીમાં જોવા મળી હતી અને તેના હાથમાં હથિયાર હતા. આ વીડિયો ખુબ જ વાયરલ થયો હતો. જેના બાદ પ્રિયંકાની મુશ્કેલીઓ વધી ગઈ હતી. સોશિયલ મીડિયામાં તેને ખુબ જ ટ્રોલ પણ કરવામાં આવી હતી.

પ્રિયંકા મિશ્રા વર્ષ 2020માં પોલીસ વિભાગમાં સિપાહી બની હતી. ઝાંસીમાં પ્રશિક્ષણ બાદ ત્રણ મહિના પહેલા તેને આગ્રામાં પોસ્ટિંગ મળ્યું હતું. ઇન્સ્ટાગ્રામમાં તે અત્યાર સુધી 90 વીડિયો અપલોડ કરી ચુકી છે. કેટલાક વીડિયો તેને પોલીસની વર્દીમાં બનાવ્યા છે. બે વીડિયોની અંદર તે હથિયારોનું પ્રદર્શન કરી રહી છે અને બેક ગ્રાઉન્ડમાં મ્યુઝિક પણ વાગે છે.

હાલમાં જ તેને રિવોલ્વર હાથમાં લઈને વીડિયો બનાવ્યો હતો અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. થોડીવાર બાદ તેને આ વીડિયોને ડીલીટ કરી લીધો હતો. જેના બાદ તેના ફોલોઅર્સ પણ ઝડપથી વધી ગયા હતા. 24 ઓગસ્ટના રોજ એસપી સુધી આ મામલો પહોંચ્યો અને તેને લાઈન હાજર કરી દીધી.  હવે ખબર આવી રહી છે કે આ બધા તણાવના કારણે હેરાન થઇ અને તેને રાજીનામુ આપી દીધું છે.

Niraj Patel