તમે સની લિયોની કેવી રીતે બની ગયા ? છોકરાનો જવાબ સાંભળી લોકો બોલ્યા- બધો જ વાંક ગોલ્ડી કમ્પ્યુટરનો છે…
લોકોએ પૂછ્યુ- સની લિયોની કેવી રીતે બની ગયા તમે, છોકરાએ જે જવાબ આપ્યો તે સાંભળી હસી છૂટી જશે
સોશિયલ મીડિયા પર ઉત્તરપ્રદેશ પોલિસની કોન્સ્ટેબલ ભરતી પરીક્ષાનો એક મામલો ઘણો ચર્ચામાં છે. વાસ્તવમાં એક ઉમેદવારના એડમિટ કાર્ડ પર ભૂલથી સની લિયોનીનો ફોટો છપાઈ ગયો હતો. જ્યારે રજીસ્ટ્રેશન અને રોલ નંબર ઉમેદવારનો હતો. ઉમેદવારને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે દાવો કર્યો કે જ્યારે તેને એડમિટ કાર્ડ મળ્યું ત્યારે બધું સાચું હતું, પરંતુ મને ખબર નથી કે તે પછીથી કેવી રીતે બદલાયું.
જો કે, હાલ તો પોલીસ આ મામલની તપાસમાં લાગેલી છે. પરંતુ ઇન્ટરનેટ પર જનતા આનો આનંદ માણી રહી છે. કેટલાક લોકો આ બધા માટે ગોલ્ડી કોમ્પ્યુટરને જવાબદાર ઠેરવી રહ્યા છે. તો ચાલો જાણીએ આખો મામલો. 39 સેકન્ડની ક્લિપમાં ઉમેદવારને સવાલ પૂછવામાં આવ્યો છે કે તમે સની લિયોન કેવી રીતે બન્યા? તેના પર તે વ્યક્તિ કહે છે કે યુપી પોલિસનું ફોર્મ ગોલ્ડી કોમ્પ્યુટરમાંથી ભર્યું હતું.
જ્યારે મને પ્રિન્ટ આપવામાં આવી ત્યારે પ્રિન્ટ સાચી હતી, નામ પણ સાચું હતુ – ધર્મેન્દ્ર સિંહ, અને પૂરો આધાર કાર્ડ નંબર બરાબર હતો. તે પછી જ્યારે એડમિટ કાર્ડ આવ્યું તો તેમાં સની લિયોનીનો ફોટો આવી ગયો અને ચેનું ફણ આવી ગયુ. પૂરુ એડમિટ કાર્ડ બદલાઈ ગયું. રજીસ્ટ્રેશન અને માર્કશીટનો નંબર સાચો છે, પીન કોડ પણ સાચો છે., બાકી પૂરુ બદલાઇ ગયુ છે.
જણાવી દઇએ કે, આ વીડિયો @GaurangBhardwa1 દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવ્યો છે અને આ વીડિયોને લાખોમાં વ્યુઝ અને હજારોમાં લાઇક્સ પણ મળી છે. સેંકડો યુઝર્સ આ વીડિયો પર કોમેન્ટ કરી રહ્યા છે. એકે લખ્યું- ગોલ્ડી કોમ્પ્યુટેરે આખો મામલો બગાડ્યો. જ્યારે બીજાએ લખ્યું- યુપી પોલીસને બચી ગઇ, ગોલ્ડી કોમ્પ્યુટરને બધો શ્રેય જાય છે.
UP next level 😭
पत्रकार – कैसे सनी लियोनी बन गए आप?🤣 pic.twitter.com/z6lnTLKGJ5— Raja Babu (@GaurangBhardwa1) February 19, 2024