‘ઘરે કોઇ નથી, આવી જા’- ગર્લફ્રેન્ડે બોલાવ્યો ઘરે, બોયફ્રેન્ડના મનમાં ફૂટ્યા લડ્ડુ કે આજે બધું જ કરવા મળશે, ઘરમાં ગયો અને….
ઘણીવાર ગુજરાત સમેત સમગ્ર દેશમાંથી એવી એવી ખબરો સામે આવે છે કે સાંભળી આપણે હેરાન રહી જઇએ છીએ. હાલમાં એક એવી ખબર સામે આવી, જેમાં એક પ્રેમીને તેની પ્રેમિકાએ ગિફ્ટ આપવા માટે ઘરે બોલાવ્યા અને કહ્યુ કે, ઘરે કોઇ નથી, તુ આવી જા. પ્રેમી મોડી રાત્રે જ્યારે પ્રેમિકાના ઘરે પહોંચ્યો તો પ્રેમિકાના પરિજનોએ તેને પકડી લીધો અને તેની ખૂબ ધોલાઇ કરી. હાલ તો ઘાયલ પ્રેમીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ મામલો ઉત્તરપ્રદેશના બાંદાના બિસંડા થાના ક્ષેત્રનો છે.
એવી માહિતી સામે આવી છે કે, ઘાયલ યુવક ડી.જે. સ્થાનિક કાર્યક્રમોમાં ડીજે માટે ઓર્ડર લે છે. ઓર્ડર લીધા પછી ડીજે પણ વગાડે છે. બસ એ જ રીતે એક રાત્રે તે એક કાર્યક્રમમાંથી પાછો ફરી રહ્યો હતો. યુવકના કહેવા મુજબ તેની ગર્લફ્રેન્ડનો ફોન આવ્યો અને તેણે એવું કહ્યું કે, “મમ્મી અને પપ્પા ઘરે નથી અને આવી જા.” યુવક તેની ગર્લફ્રેન્ડને ઘડિયાળ ગિફ્ટ કરવા માંગતો હતો, તેથી આમંત્રણ મળતાં તે ઘડિયાળ સાથે લઈ ગયો હતો.
તે પ્રેમિકાના ઘરના દરવાજે પહોંચ્યો, તેણે દરવાજો પણ ખોલ્યો અને અંદર ગયો પરંતુ ગર્લફ્રેન્ડની માહિતી ખોટી હતી. ઘરમાં પરિવારના સભ્યો હતા. યુવતીના પિતા અને ભાઈઓએ યુવકને જોયો અને તેને ચોર સમજીને માર માર્યો. ધમાલ સાંભળીને પડોશીઓ એકઠા થઈ ગયા. કોઈક રીતે મામલો શાંત પડ્યો અને પરિવારજનોને સમજાવ્યા હતા. આ પછી ઘાયલ યુવકે બધી વાત કહી. ત્યારબાદ યુવકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.
બિસંડા પોલીસ સ્ટેશનના સ્ટેશન ઈન્ચાર્જે જણાવ્યું કે, “એક યુવક ડીજે વગાડવા ગયો હતો. તે જયારે ઘરે જઈ રહ્યો હતો ત્યારે એક છોકરીનો ફોન આવ્યા બાદ ઘરે ગયો અને તે બાદ તે ઘરના લોકોએ તેની સાથે ચોર સમજી મારપીટ કરી, આ અંગે પીડિત યુવકની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે. મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.” તબીબોનું કહેવું છે કે યુવકની હાલત ખતરાની બહાર છે. સારવાર ચાલી રહી છે. જલ્દી ઠીક થઈ જશે.