Unseasonal rain Update Gujarat : ગુજરાતમાં હવે ઠંડીનું જોર લગભગ પૂર્ણ થવા આવ્યું છે અને ગરમીનો પારો વધી રહ્યો છે. આ દરમિયાન ઘણા વિસ્તારોમાં વહેલી સવારે વાતાવરણમાં પલટો પણ જોવા મળે છે. ત્યારે હાલ હવામાન વિભાગ અને ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા માવઠાને લઈને પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરેલી આગાહી મુજબ આજે દેવભૂમિ દ્વારકા, કચ્છ, પાટણ અને બનાસકાંઠામાં કમોસમી વરસાદ વરસ્યો છે.
ત્યારે આ કમોસમી વરસાદને લઈને જગતના તાત એવા ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ છવાયો છે. કારણ કે માવઠાના કારણે પાકને પણ નુકશાન થવાની શક્યતા છે. આ ઉપરાંત હજુ પણ આગામી 2 દિવસ સુધી રાજ્યમાં અલગ અલગ જગ્યાએ વરસાદ થવાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત ગતરોજ મોદી રાત્રે ભાવનગર એ વહેલી સવારે દ્વારકામાં પણ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.
સાથે જ અમદાવાદ અને ગાંધીંનગરના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. આ ઉપરાંત અમદાવદના ગોતા વિસ્તારમાં પણ સામાન્ય છાંટા અનુભવાય છે. હાલ ખેડૂતોને એ ચિંતા સતાવી રહી છે કે આ કમોસમી વરસાદના કારણે પાકનું રક્ષણ કેવી રીતે કરવું. ત્યારે હજુ પણ આગામી દિવસોમાં વરસાદને લઈએં આગાહી પણ કરવામાં આવી છે. આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છમાં વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત બનાસકાંઠાના સરહદી પંથકમાં પણ માવઠાન અસર જોવા મળી શકે છે. થરાદ અને વાવ પંથકમાં ઝરમર વરસાદ વરસશે. વાતાવરણમાં આ પલટો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અસરથી આવ્યો છે. જેના કારણે આગામી 2 દિવસ હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે.