આ ફેમસ ક્રિકેટરે સૌથી ખુબસુરત યુવતી જોડે કર્યા લગ્ન…ટિમ ઇન્ડિયાના નવા ભાભીને જોઈને અનુષ્કા,વિરાટ અને ધનશ્રી પણ ચોંકી જશે જુઓ PHOTOS
બોલીવુડની જેમ ક્રિકેટરોને પણ દેશભરમાં લોકો ખુબ જ પ્રેમ આપે છે, તેમના જીવન વિશે જાણવામાં પણ ચાહકો ખુબ જ રસ દાખવે છે. આ દરમિયાન જ ભારતને પોતાની કપ્તાની હેઠળ અંડર 19નો વર્લ્ડ કપ જીતાડનાર ઉન્મુક્ત ચંદ સાત ફેરા લઈને લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. તેની નવી નવેલી દુલ્હન એક ધાકડ ગર્લ છે.
ઉન્મુક્ત ચંદે નજીકના સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં સિમરન ખોસલા સાથે લગ્ન કરી લીધા છે. આ લગ્નની અંદર વરરાજાએ પિન્ક કલરની શેરવાની પહેરી હતી તો દુલ્હને પારંપરિક કુમાઉની પિચોરા પહેર્યા હતા. સિમરને મેકઅપ પણ ખુબ જ સાદો કર્યો હતો. લગ્નની અંદર ભારેખમ જવેલરી છોડીને તેને સામાન્ય એવો માંગ ટીકો અને નથ પહેરી હતી.
ઉન્મુક્ત ચંદની પત્ની સિમરન ખોસલા વ્યવસાયે ફિટનેસ અને ન્યુટ્રિશન કોચ છે. ફિટનેસના મામલામાં તે તેના પતિને પણ ટક્કર આપે તેવી છે. તેમને પોતાના લગ્નની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયામાં શેર કરી છે. જે ખુબ જ વાયરલ પણ થઇ રહી છે.
સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવેલી તસવીરોમાં બંને ખુબ જ સુંદર લાગી રહ્યા છે. આ સાથે જ તેમને કેપશનમાં લખ્યું કે આજે આપણે કાયમ માટે એક થવાનો નિર્ણય લીધો છે. સિમરનનો જન્મ 6 સપ્ટેમ્બર 1993ના રોજ થયો હતો. તે તેના પતિ ઉન્મુક્તથી માત્ર 5 મહિના અને 14 દિવસ નાની છે.
સિમરન ખોસલા પોતાનો વ્યવસાય ચલાવે છે. તે “Buttlikeanaprico” કંપનીની ઓનર અને ફાઉન્ડર છે. સિમરન ખોસલા પોતાના વર્કઆઉટ ઉપર પણ પૂરતું ધ્યાન આપે છે. તે રેગ્યુલર કસરત કરીને પોતાની જાતને ફિટ રાખે છે.
વાત કરીએ ઉન્મુક્ત ચંદની તો તે ખુબ જ સારો બેટ્સમેન હતો. તેને ભારતીય ક્રિકેટ ટીમનું ભવિષ્ય પણ કહેવામાં આવતું હતું. તેને આઈપીએલમાં દિલ્હીની ટીમ તરફથી રમવાનો મોકો પણ મળ્યો, પરંતુ આ દરમિયાન તેનું પર્ફોમન્સ સારું રહ્યું નહીં અને તે આઈપીએલમાંથી બહાર થઈ ગયો.
ધીમે ધીમે તેને દિલ્હીની રણજી ટીમમાંથી પણ બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો. આ પછી તેણે ઉત્તરાખંડની ટીમ તરફથી રણજી રમવાનું નક્કી કર્યું. ત્યાં તે થોડા દિવસ રમ્યો, પરંતુ આ વર્ષે અચાનક તેણે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા.
View this post on Instagram
નિવૃત્તિ લીધા બાદ તે ભારત છોડીને અમેરિકામાં ક્રિકેટ રમવા ગયો હતો. હાલમાં તે સિલિકોન વેલી સ્ટ્રાઈકર્સ ટીમ સાથે અમેરિકન ક્રિકેટ લીગમાં રમી રહ્યો છે. થોડા દિવસો પહેલા તેણે ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગમાં રમવાનું નક્કી કર્યું હતું. તેને આ લીગના મેલબોર્ન રેનેગેડ્સે સાઈન કર્યો છે. તે બિગ બેશ લીગ રમનાર પ્રથમ ભારતીય ક્રિકેટર હશે.