ચંદીગઢ 60 વિદ્યાર્થીઓના નહાતા વિડીયો લીક મામલો નરાધમ યુવક આખરે ઝડપાઇ ગયો, નામ સાંભળીને મગજ સુન્ન થઇ જશે

પંજાબમાં ચંદીગઢની મોહાલીની યુનિવર્સિટીમાં કોલેજમાં ભણતી વિદ્યાર્થિનીઓના નહાવાના વીડિયો વાઈરલ કેસમાં પોલીસે આજે એક યુવકની શિમલાથી ધરપકડ કરી છે. આ અંગે ખુદ પોલીસ વડા સંજય કુંડૂએ ટ્વીટ કરીને જાણકારી આપીને પૃષ્ટિ કરી છે.

તમને જણાવી દઈએ કે, આની પહેલા વિદ્યાર્થીનીઓના હોસ્ટેલમાં સ્નાન કરતા સમયના વીડિયો લીક કરનારી વિદ્યાર્થીનીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી યુવતી MBAના પહેલા વર્ષમાં ભણી રહી છે. આરોપી યુવતી પછી પોલીસે તેના બોયફ્રેન્ડની પણ ધરપકડ કરી હતી. આરોપી યુવકનું નામ સન્ની છે અને તે શિમલાના રોહડૂનો રહેવાસી છે.

યુવતી પણ અહીંની રહેવાસી છે. બંને એકબીજાને લાંબા સમયથી ઓળખે છે. આરોપી વિદ્યાર્થિનીનો કાંડ ખુલતા જ કહ્યું હતું કે આ વીડિયો મેં જ બનાવ્યો હતો. મારો દોસ્ત સન્ની સિમલામાં રહે છે. આ વીડિયો તેને મોકલ્યો હતો. આ વીડિયો અને આ ફોટો બીજા મોબાઈલમાં કેવી રીતે પહોંચ્યો તેની તેને જાણ નથી. પુષ્ટિ કર્યા બાદ મેનેજરે આ અંગે પોલીસમાં ફરિયાદ કરી હતી.

શું છે મામલો? ચંદીગઢ યુનિવર્સિટીની હોસ્ટેલમાં નહાતી 60 જેટલી છોકરીઓનો એક વીડિયો વાયરલ થયો હતો. એક છોકરીએ છોકરીઓનો સ્નાન કરી રહેલાનો વીડિયો ઉતાર્યાં હતા અને તેણે આ ખરાબ વીડિયોને હિમાચલના શિમલામાં રહેતા પોતાના મિત્ર સાથે શેર કર્યો હતો.

આ મિત્રે ખરાબ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી દીધી હતી જે વાયરલ થતાં મોટો હોબાળો મચ્યો હતો અને અડધી રાતે છોકરીઓએ યુનિવર્સિટી પરિસરમાં ભારે હોબાળો મચાવ્યો હતો. કેટલીક છોકરીઓએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનુ પણ કહેવાય છે.

YC