વહુઓ ખુલ્લામાં ટોઈલેટ ન જાય તે માટે સાસુઓએ અપનાવ્યો અનોખો રસ્તો, જુઓ VIDEO

ખુલ્લામાં શૌચની સમસ્યા આપણા દેશની ગંભીર સમસ્યાઓમાંની એક છે. જેનો આજે પણ ગામની મહિલાઓએ સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં મધ્યપ્રદેશના ભોપાલ જિલ્લામાં એક અનોખી દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને લોટા દોડ નામ આપવામાં આવ્યું હતું. ભોપાલ જિલ્લા પ્રશાસને મંગળવારે ફંદા ગામમાં લોટા દોડનું આયોજન કર્યું હતું. જેમાં 20 સાસુઓએ ભાગ લીધો હતો જેમા પુત્રવધૂઓ માટે લોટામાં પાણી ભરીને રેસ લગાવી. આ દોડ હવે લોકોમાં ચર્ચાનો વિષય છે.

વાસ્તવમાં આ આયોજનનનો મુખ્ય ઉદ્દેશ ખુલ્લામાં શૌચને ખતમ કરવાનો અને તેની સામે જાગૃતિ ફેલાવવાનો હતો અને આ અનોખી દોડને ‘લોટા દોડ’ નામ આપવામાં આવ્યું હતું. દોડમાં ભાગ લેનાર સહભાગી સાસુએ કહ્યું, આ દોડ દ્વારા, અમે અમારી પુત્રવધૂઓને વિનંતી કરીએ છીએ કે તેઓ ખુલ્લામાં શૌચ માટે ન જાય કારણ કે હવે દરેક ઘરમાં શૌચાલય છે.

આ રેસ રાધા પ્રજાપતિ, મંજુ પ્રજાપતિ અને અર્પિતા પ્રજાપતિએ જીતી હતી, જે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે રહી હતી. તેમની પુત્રવધૂઓએ તેમને પુષ્પમાળા પહેરાવીને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ પુત્રવધૂઓએ ખુલ્લામાં શૌચ ન કરવાની પ્રતિજ્ઞા લીધી. આ દોડમાં ભાગ લેનાર તમામ સાસુ-વહુઓનું લક્ષ્ય તેમની વહુઓને ખુલ્લામાં શૌચ કરતા અટકાવવાનું છે.

આ દોડમાં સાસુએ હાથમાં પાણી ભરેલ લોટો લઈને લગભગ 100 મીટર સુધી દોડવું પડ્યું અને છેવટે પુત્રવધૂઓ પાસે પહોંચ્યા બાદ તેણે પાણીથી ભરેલ લોટો ફેંકવો પડ્યો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એવા ગામોમાં જાગૃતિ લાવવાનો હતો જે ખુલ્લામાં શૌચ મુક્ત જાહેર કરાયા છે, જેથી લોકો ખાસ કરીને મહિલાઓ બહાર ન જાય.

ભોપાલ જિલ્લા પંચાયતના સીઈઓ વિકાસ મિશ્રાએ જણાવ્યું હતું કે, તે તેમના સંકલ્પને દર્શાવવાનો હતો કે તેઓ પોતાની પુત્રવધૂને તે નહીં કરવા દે જે તેઓ આખી જિંદગી કરતા આવ્યા છે. અમે મહિલાઓને એટલા માટે પસંદ કરી કારણ કે તેઓ વધુ દ્રઢ અને ઓછા વિષયાંતર છે, તેમણે સ્વચ્છતા જેવા સારા કાર્ય માટે તેમને પ્રોત્સાહિત કરવાનું સરળ છે. તેમણે કહ્યું કે આ લોટા દોડનો મુખ્ય ઉદ્દેશ ખુલ્લામાં શૌચને ખતમ કરવાનો છે. તેઓએ શૌચાલયનો ઉપયોગ કરવો જોઈએ.

YC