પતિએ કરાવ્યા પત્નીના તેના પ્રેમી સાથે લગ્ન, કહ્યુ- જા જીલે અપની ઝીંદગી

રિયલ લાઇફમાં “હમ દિલ દે ચૂકે સનમ” ! પત્નીનું પ્રેમી જોડે લફરું ચાલતું હતું, પતિએ કરાવ્યા લગ્ન જુઓ

ભાગલપુર જિલ્લાના સુલ્તાનગંજમાં એક અનોખા લગ્ન ખૂબ જ ચર્ચામાં છે. આ લગ્ન ખૂબ જ ફિલ્મી અંદાજમાં સંપન્ન થયા છે અને તેની કહાની થોડી ઘણી ફિલ્મ “હમ દિલ દે ચૂકે સનમ” જેવી છે. વર્ષ 1999માં રીલિઝ થયેલ ફિલ્મ “હમ દિલ દે ચૂકે સનમ” તો તમને યાદ જ હશે. આ ફિલ્મમાં અભિનેતા તેમની પત્નીને તેના પ્રેમી સાથે મળાવવા માટે ઘણુ કરે છે. તેની ખુશી માટે તેઓ આંસૂ પણ છૂપાવી લે છે. અસલ જીવનમાં પણ આવો જ એક દિલચસ્પ કિસ્સો સામે આવ્યો છે.

એક પતિએ તેની પત્નીને એટલો પ્રેમ કરતો હતો કે તેણે પ્રેમ માટે કુરબાની આપી અને પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવ્યા. આ દરમિયાન યુવકને અને તેના પરિવારને ઘણી આલોચનાનો સામનો કરવા પડ્યો હતો. પરંતુ પત્નીના હોઠની એક મુસ્કાન માટે તે કંઇ પણ કરવા તૈયાર થઇ ગયો. આ વ્યક્તિનું નામ ઉત્તમ મંડલ છે. જેણે તેની પત્ની સપના કુમારીને તેનો આર્શિવાદ આપીને પ્રેમી સાથે મોકલી દીધી. ખગડિયાના રહેવાસી સપના કુમારીના લગ્ન ભાગલપુરના સુલ્તાનગંજના રહેવાસસી ઉત્તમ મંડલ સાથે થયા હતા. લગ્નના થોડા સમય સુધી પતિ-પત્ની એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. તેઓના બે બાળકો પણ થયા, જેનું તેઓ મળીને પાલન પોષણ કરવા લાગ્યા.

Image source

થોડા સમય બાદ સપનાને એક યુવક સાથે પ્રેમ થઇ ગયો. તે તેના પ્રેમમાં એટલી પાગલ હતી કે તે તેના પતિને પણ છોડવા તૈયાર હતી. પરંતુ તે ચાહતી હતી કે આમાં તેના પતિની મરજી હોય. તે આર્શિવાદ આપીને જ તેના બીજા લગ્ન કરાવે.

Image source

સપનાના બીજા લગ્ન તેના પ્રેમી રાજુ સાથે થયા. આ દરમિયાન રાજુના પરિવારવાળા સાથે સાથે સપના અને ઉત્તમના પરિવારના લોકો પણ સામેલ થયા. તેમણે બંનેના લગ્ન કરાવ્યા. આ મામલા પર ઉત્તમનું કહેવુ છે કે, તેના પાસે કોઇ ઉપાય બચ્યો ન હતો. લગ્ન બાદ બે બાળકો પણ છે પરંતુ તેની પત્ની પર રાજુના પ્રેમનું ભૂત એ હદ સુધી સવાર હતુ કે તે બાળકને પણ રાખવા માટે ના હી ચૂકી હતી. ઉત્તમ અને સપનાના બે બાળકો ઉત્તમ પાસે રહે છ. લગ્ન બાદ સપનાએ બંને બાળકોને રાખવા માટે ના કહી દધી હતી. બંને બાળકો તેમની માતાની શોધ કરી રહ્યા છે.

Shah Jina