આકાશમાં જોવા મળી ઊડતી સાઇકલ, જેને પણ જોઈ એ આંખો ફાડી ફાડીને જોતા જ રહી ગયા, જુઓ વીડિયો

ઉત્તરાયણની સીઝનમાં તમે રસ્તા ઉપર ચાલતા હોય ત્યારે આકાશમાં રંગ બેરંગી અઢળક પતંગો જોતા હોવ છો. પરંતુ જો તમે રસ્તા ઉપર ચાલતા હોય અને અચાનક તમને કોઈ સાઇકલ હવામાં ઊડતી દેખાય તો ? જાણીને જ નવાઈ લાગી ને, પરંતુ હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં હવામાં ઊડતી સાઇકલ જોવા મળી રહી છે.

પરંતુ હકીકતમાં આ કોઇ સાઇકલ નથી, એક પતંગ છે. આ પતંગ જોઈને તમારું દિલ ખુશ થઈ જશે. તે ‘સાઈકલ’ પતંગ છે. જેમાં એક વ્યક્તિ સાઇકલ ચલાવતો જોવા મળે છે. આપણે બધાએ પતંગ તો ઉડાવી જ હશે, પણ ભાગ્યે જ આવો પતંગ ઉડતો જોવા મળ્યો હશે. ખૂબ જ અનોખી ડિઝાઈનવાળા આ પતંગના વીડિયોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

વીડિયોમાં પતંગની કળા જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. તમે વિચારવા પર મજબૂર થઈ જશો કે આટલી મહેનત પછી કલાકારે આ પતંગ બનાવ્યો હશે. વિડીયો જોઈને તમને પતંગ બનાવનાર કલાકાર પર વિશ્વાસ આવી જશે. કલાકારે પતંગને એવી રીતે બનાવ્યો છે કે જાણે કોઈ વ્યક્તિ આકાશમાં પેડલ મારીને સાયકલ ચલાવતો હોય. એક બાળક આ અનોખા પતંગને હવામાં ઉડાડતો જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by @lofarmehkma

સૌ પ્રથમ બાળક તે પતંગ પકડેલો જોવા મળે છે. આ પછી, તે તેને હવામાં છોડે છે. પતંગ હવાના સંપર્કમાં આવતાની સાથે જ તે ઉડવા લાગે છે. આ વીડિયો ક્યાંનો છે તે હાલ તો જાણી શકાયું નથી, પરંતુ આ કળા જેને પણ કરી છે તેના લોકો જોરદાર વખાણ કરી રહ્યા છે. આ વીડિયો લોફાર્મહેકમા નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

Niraj Patel