વાહ, ખૂબ જ સરસ ! લગ્નની આવી અનોખી કંકોત્રી ચોક્કસથી તમે આજ પહેલા ક્યારેય નહિ જોઇ હોય- જુઓ વીડિયો

વાહ, શું કંકોત્રી છે ! લોકોને વર્ષો સુધી યાદ રહેશે સુવર્ણ ટેમ્પલ થીમ પર આધારિત આ અનોખી કંકોત્રી…જુઓ વીડિયો

આજ-કાલ લગ્નની સિઝન ચાલી રહી છે અને સૌ કોઇ પોતાના લગ્નને ખાસ બનાવવામાં વ્યસ્ત છે. કોઇ લગ્ન પહેલા પ્રી વેડિંગ શુટ કરાવતા હોય છે તો કોઇ લગ્નના વેન્યુને ખાસ બનાવવા માટે ખૂબ જ તૈયારી કરતા હોય છે. એવા ઘણા લગ્નો તમે જોયા હશે જે ચર્ચાનો વિષય બને છે અને લગ્નનું આયોજન પણ એવી રીતે થતું હોય છે જેના લોકો પણ વખાણ કરતા હોય છે.

લગ્નની શરૂઆત કંકોત્રીથી થાય છે ત્યારે આજે લોકો પોતાના લગ્નની કંકોત્રીમાં એવા એવા લખાણ લખાવતા હોય છે જે ચર્ચાનો વિષય બની જાય છે.તો ઘણા લોકો કંકોત્રીની એવી ડિઝાઇન પસંદ કરે છે કે તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં આવતા જ વાયરલ થઇ જાય છે. ત્યારે હાલ એવા જ એક લગ્નની કંકોત્રી સામે આવી છે જેનો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય ઠે કે- લગ્નની કંકોત્રી સુવર્ણ ટેમ્પલ થીમ પર આધારિત છે અને કંકોત્રીના જ્યારે બંને દરવાજા ખોલવામાં આવે છે,

ત્યારે અંદર શ્રી લક્ષ્મી નારાયણની પ્રતિમા જોવા મળે છે. આની નીચે એક બોક્સ છે, જેમાં લગ્નની આમંત્રણ પત્રિકા મૂકવામાં આવી છે. ત્યારે આ અનોખી કંકોત્રીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે, જેને ઈન્સ્ટાગ્રામ પર mycity_flow_ નામના એકાઉન્ટ દ્વારા શેર કરાયો છે. આ વીડિયોને લાખો લોકોએ જોયો છે અને સેંકડો લોકોએ વીડિયો પર કમેન્ટ્સ પણ કરી છે. ઘણા કમેન્ટ કરી કંકોત્રીના ખૂબ વખાણ પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by મન સુખ (@mycity_flow_)

Shah Jina