હ્રદયદ્રાવક કિસ્સો : ઘરના એક દરવાજાથી નણંદને લગ્ન બાદ આપી વિદાય અને બીજીબાજુ ઉઠી રહી હતી ભાભીની અર્થી

ગ્વાલિયરમાં સોમવારે રાત્રે એક ચોંકાવનારી અને હ્રદયદ્રાવક ઘટના બની હતી. ઘરના એક દરવાજાથી લગ્ન કર્યા પછી નણંદને વિદાય આપવામાં આવી રહી હતી તો તે જ ઘરના બીજા દરવાજેથી તેની ભાભીની નનામી નીકળી હતી. નણંદના લગ્નની તૈયારીઓ કરી રહેલા ભાભીને વીજકરંટ લાગ્યો હતો. તડપી રહેલા ભાભી મોતને ભેટ્યા હતા. થોડી મિનિટોમાં જ લગ્નની ખુશીઓ શોકમાં બદલાઈ હતી.

પ્રતિકાત્મક તસવીર

સોમવારે બપોરે લગ્નની કેટલીક વિધિ પૂર્ણ કર્યા પછી, રેણુ નજીકમાં જ તેના બીજા ઘરે જવા લાગી. ગલીમાં તંબુ લગાવેલો હતો, તેથી તે પાછળથી જય રહી હતી. અહીં જ એક વીજપોલને કરંટનો એક વાયર સ્પર્શ કરી રહ્યો હતો. વીજપોલ પર હાથ મુકતાની સાથે જ તે વીજકરંટની ઝપેટમાં આવી ગઈ હતી અને ગંભીર રીતે દાઝી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ પરિવારના સભ્યો અને અન્ય સંબંધીઓ તેને હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરો સારવાર શરૂ કાટે તે પહેલા જ રેણુ મોતને ભેટી હતી.

પ્રતિકાત્મક તસવીર

રેણુ અને અજયને ત્રણ બાળકો છે. એક દીકરો અને બે દીકરીઓ. દીકરો દેવ 10 વર્ષનો છે જયારે એક દીકરી માનસી 8 વર્ષ અને બીજી દીકરી નૈનસી 4 વર્ષની છે. રેણુના નિધનની જાણ થતા જ પરિવાર ઘણો સદમામાં છે.

Shah Jina