ઉના : વ્યક્તિના ખિસ્સામાં રહેલો મોબાઇલ અચાનક થયો બ્લાસ્ટ,પગના સાથળના ભાગે અને હાથના ભાગે થઇ ગંભીર ઇજા

ગુજરાત સમેત સમગ્ર દેશમાંથી કેટલીકવાર મોબાઇલમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવે છે, ત્યારે હાલમાં ગીર સોમનાથના ઉનામાંથી આવો મામલો સામે આવ્યો. જેમાં ફાઇનાન્સની ઓફિસે કામ માટે ગયેલા યુવકના ખિસ્સામાં રહેલો મોબાઇલ અચાનક બ્લાસ્ટ થયો.મોબાઇલ બ્લાસ્ટને પગલે યુવક પગના સાથળના ભાગે અને હાથના ભાગે ગંભીર રીતે દાઝ્યો હતો.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

જો કે, આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ જતા લોકો પણ ભયભીત થયા હતા. પ્રાપ્ત જાણકારી અનુસાર, ઉનામાં આવેલ મુથુટ ફાઇનાન્સની ઓફિસે ગીર ગઢડાના દ્રોણ ગામે રહેતો દલપત મકવાણા બેઠો હતો એ દરમિયાન થોડી જ વારમાં તેના ખિસ્સામાં રહેલો VIVO Y51 અચાનક ગરમ થવા લાગ્યો અને ધુમાડા નીકળવા લાગ્યા.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

જો કે, અચાનક બ્લાસ્ટ થતાં તેણે તરત જ ખિસ્સામાં હાથ નાખી હિંમતભેર મોબાઇલ બહાર કાઢી ફેંકી દીધો હતો. જેને પગલે દુર્ઘટના અટકી હતી. ત્યારે દુર્ઘટનાને પગલે ફાઇનાન્સની ઓફિસમાં ભારે અફરા તફરી મચી ગઇ હતી. એક યુવાન દ્વારા બ્લાસ્ટ થયેલ મોબાઇલને પગ વડે ઓફિસની બહાર ફેંકી દેવાયો હતો. આ દુર્ઘટનામાં મોબાઇલ બળીને ખાખ થઇ ગયો હતો.

Shah Jina