ઉમર મલિકે હાર્દિક પંડ્યાના માથામાં માર્યો ધડામ દઈને બાઉન્સર, પછી કુંગ ફૂ પંડયાએ લીધો એવો બદલો કે, જુઓ વીડિયોમાં

IPlનો રોમાંચ ચરમ સીમાએ છીએ, દરેક ટીમ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન મેદાનની અંદર બતાવી રહી છે. આ વર્ષે આઇપીએલના મેદાનમાં ઉતરેલી બે નવી ટીમો ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ પણ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શનથી આગવી નામના બનાવી રહી છે. ગુજરાત ટાઇટન્સે પોતાની પહેલી ત્રણ મેચ જીતી હતી, પરંતુ ગઈકાલની મેચમાં ગુજરાતને હારનો સામનો કરવો પડ્યો.

ગઈકાલે હૈદરાબાદ અને ગુજરાત વચ્ચે રોમાંચક મેચ યોજાઈ. જેમાં ગુજરાતના કપ્તાન હાર્દિક પંડ્યાએ ઘાતક બેટિંગ પણ કરી હતી, પરંતુ આ દરમિયાન એક એવી ઘટના પણ ઘટી જેની ચારેય બાજુએ ચર્ચા ચાલી રહી છે. સનરાઈઝર્સ હૈદરાબાદના ઝડપી બોલર ઉમરાન મલિકનો બાઉન્સર જ્યારે હાર્દિક પંડ્યાના હેલ્મેટ પર વાગ્યો ત્યારે પંડ્યાએ વળતો જવાબ આપ્યો હતો.

હાર્દિક પંડ્યાએ આ બાઉન્સરના જવાબમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા. આ બધું ગુજરાતની ઇનિંગ્સની 8મી ઓવરમાં બન્યું હતું. પોતાની તીક્ષ્ણ અને ઝડપી બોલિંગ માટે જાણીતા ઉમરાને પહેલા જ બોલમાં હાર્દિક પંડ્યાના હેલ્મેટ પર નિશાન સાધ્યું હતું. થોડી જ વારમાં ફિઝિયો પણ ડ્રેસિંગ રૂમમાંથી ભાગવા લાગ્યા. જો કે ગુજરાતના કેપ્ટને તેને પરત મોકલી દીધા હતા.

આ ઘટના જોઈને નતાશા પણ ચોંકી ગઈ હતી. તેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. થોડીવાર પછી પંડ્યાએ સ્વસ્થ થવાનો સંકેત આપ્યો અને ફરી બેટિંગ શરૂ કરી. હાર્દિકે બીજો બોલ ફટકારીને બાઉન્ડ્રી લાઇનની બહાર મોકલી દીધો હતો. ત્રીજા બોલ પર પણ તેને દયા ન આવી અને મિડ-વિકેટ પર ચોગ્ગો ફટકાર્યો.

તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યા અણનમ 50 રનની બેટિંગને કારણે ગુજરાત ટાઇટન્સએ ડૉ ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડમીમાં સનરાઇઝર્સ હૈદરાબાદને જીતવા માટે 163 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ગુજરાતે 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા હતા. ટીમ માટે પંડ્યા અને મનોહર વચ્ચે 50 રનની ભાગીદારી નોંધાઈ હતી. આ બંનેની બેટિંગના કારણે ગુજરાત સન્માનજનક સ્કોર સુધી પહોંચી શક્યું હતું.

આ પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદે ગુજરાત ટાઇટન્સ સામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ગુજરાત સામેની મેચમાં, ઉમરાને સતત 145 KMPH ની ઝડપે બોલ ફેંક્યો હતો. મેચની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે સનરાઇઝર્સને 163 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે કેન વિલિયમસનની ટીમે 5 બોલ પહેલા 2 વિકેટના નુકસાને હાંસલ કરી લીધો હતો.

Niraj Patel