રશિયા-યુક્રેન યુદ્ધ : યુક્રેનનો સૌથી મોટી દાવો- રશિયાના 800થી વધુ સૈનિકો કરવામાં આવ્યા ઢેર – તસવીરો જોતા જ ફફડી ઉઠશો

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધે તો ઘણી અરાજકતા પેદા કરી છે. આ યુદ્ધ ઘણુ આક્રમક સ્વરૂપ લઇ રહ્યુ છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને ગુરુવારે યુક્રેન સામે ઔપચારિક રીતે યુદ્ધની ઘોષણા કરી, ત્યારબાદ રશિયન સૈન્યએ યુક્રેનને બોલાવી. આ પછી યુક્રેને પણ રશિયા સામે યુદ્ધની ઘોષણા કરી દીધી છે અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદમીર ઝેલેન્સકીએ દેશભરમાં સેના તૈનાત કરવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા.

આ સાથે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ અમેરિકા અને નાટો દેશો પર પણ નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે રશિયા સાથેની લડાઈમાં અમે એકલા પડી ગયા. આ બધા વચ્ચે યુક્રેનની સેનાએ દાવો કર્યો છે કે તેઓએ 800થી વધુ રશિયન સૈનિકોને મારી નાખ્યા છે. આ સિવાય 7 રશિયન એરક્રાફ્ટ અને 6 હેલિકોપ્ટર પણ નાશ પામ્યા છે. યુક્રેનના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે રશિયન હુમલામાં 57 યુક્રેનિયન નાગરિકો માર્યા ગયા અને 169 અન્ય ઘાયલ થયા. તેમણે એમ પણ કહ્યું હતું કે યુક્રેનિયન સત્તાવાળાઓ દુશ્મનાવટના વિકાસ વચ્ચે તબીબી સહાયની જરૂરિયાતવાળા લોકોને જગ્યા બનાવવા માટે દેશની આરોગ્ય સુવિધાઓનું પુનઃનિર્માણ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે ગુરુવારે રાત્રે રોમાનિયા, હંગેરી અને સ્લોવાકિયામાં તેમના સમકક્ષો સાથે વાત કરી હતી. રશિયાના લશ્કરી હુમલાને પગલે યુક્રેને તેની એરસ્પેસ બંધ કરી દીધી છે.જેના પગલે ભારત રોમાનિયા, હંગેરી, સ્લોવાક રિપબ્લિક અને પોલેન્ડની જમીની સરહદો દ્વારા યુક્રેનમાંથી લગભગ 16,000 ભારતીયોને બહાર કાઢવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ સાયબર હેકર્સ પાસેથી મદદ માંગી છે. ઝેલેન્સકીએ કહ્યું કે તેમના દેશના તમામ હેકરોએ રશિયન સૈનિકો સામે જાસૂસી સાયબર મિશન ચલાવવામાં મદદ કરવી જોઈએ. આ પહેલા ગુરુવારે યુક્રેનના રાષ્ટ્રપતિએ સામાન્ય લોકોને હથિયાર ઉઠાવીને યુદ્ધમાં સામેલ થવાની અપીલ કરી હતી.અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ઈરાદા પર શંકા વ્યક્ત કરી છે.

તેમણે કહ્યું કે પુતિનની લડાઈ માત્ર યુક્રેન સુધી સીમિત નથી, તેઓ રશિયાને જૂનું સોવિયેત સંઘ બનાવવા માંગે છે.રશિયાના હુમલા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ અમેરિકા અને નાટો દેશો પર પ્રહારો કર્યા અને કહ્યું કે અમે રશિયા સાથેની લડાઈમાં એકલા પડી ગયા હતા.

આ યુદ્ધની વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે મોડી સાંજે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી અને યુક્રેન સાથે તત્કાલ હિંસા બંધ કરવાની અપીલ કરી. પીએમ મોદીએ કહ્યું કે યુદ્ધ નહીં વાતચીત કરીને જ ઉકેલ મળશે. મોદીએ પુતિનને નાટો-રશિયા વાટાઘાટો દ્વારા રસ્તો કાઢવા જણાવ્યું હતું.

વડાપ્રધાન મોદીએ રશિયન પ્રમુખ પુતિનને યુક્રેનમાં ભારતીય નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ભારતની ચિંતાઓથી વાકેફ કર્યા હતા અને કહ્યું હતું કે ભારત તેમની સલામત બહાર નીકળવા માંગશે અને તેને ટોચની પ્રાથમિકતા આપે છે. યુક્રેને આવી સ્થિતિમાં પોતાના 10,000 નાગરિકોને રાઈફલ્સ આપી છે જેથી તેઓ રશિયન સેના સામે લડી શકે. આ દરમિયાન, રશિયન સેનાએ ચેર્નોબિલ પર કબજો કર્યા પછી, કોનોટોપ શહેર અને રાજધાની કિવને ઘેરી લેવાનું શરૂ કર્યું છે.

Shah Jina