યુક્રેનની કન્યા અને ભારતનો વરરાજા, આ રીતે લગ્ન કરીને પહોંચ્યા ભારત, પછી ધામધૂમથી કર્યું લગ્નનું સેલિબ્રેશન, જુઓ તસવીરો

આપણ દેશની અંદર હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, તો બીજી તરફ યુક્રેનમાં સંકટનો માહોલ. રશિયાએ યુક્રેન ઉપર હુમલો કરી દીધો છે અને હાલ રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. તો યુદ્ધ શરુ થાય એ પહેલા જ આ કપલ યુક્રેનમાં લગ્ન કર્યા બાદ તેમના રિસેપ્શન માટે ભારત આવ્યું હતું.

હૈદરાબાદનો પ્રતીક અને યુક્રેનની પ્રેમિકા લ્યુબોવે હૈદરાબાદમાં તેમના લગ્નનું રિસેપ્શન યોજ્યું હતું. જેમાં ચિલ્કુર બાલાજી મંદિરના મુખ્ય પૂજારી સી.એસ.રંગરાજને હાજરી આપી નવદંપતિને આશીર્વાદ આપ્યા હતા. તેમણે યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધના અંત માટે પ્રાર્થના પણ કરી હતી. આ યુક્રેનિયન દુલ્હન બ્યુ લ્યુબોવ અને ભારતીય વરરાજા પ્રતિક છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે આ દંપતીએ થોડા દિવસો પહેલા યુક્રેનમાં લગ્ન કર્યા હતા અને બીજા જ દિવસે તેઓ હૈદરાબાદ પહોંચ્યા ત્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું. આ કપલ તેમના વેડિંગ રિસેપ્શન હોસ્ટ કરવા માટે ભારત આવ્યું છે. બંનેએ હૈદરાબાદમાં લગ્નની પાર્ટી આપી હતી. જેમાં ચિલ્કુર બાલાજી મંદિર કે જેને ‘વિસા બાલાજી’ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. પંડિતો તેમના પસંદગીના ભક્તો સાથે ત્યાં પહોંચ્યા.

ચિલ્કુર બાલાજી મંદિરના મુખ્ય પૂજારી સીએસ રંગરાજને લગ્નમાં હાજરી આપતાં નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. પંડિત રંગરાજને કહ્યું કે તેઓ પ્રાર્થના કરી રહ્યા છે કે યુદ્ધ જલ્દી સમાપ્ત થાય. “આ યુદ્ધે વિશ્વભરમાં રક્તપાત, ઉથલપાથલ અને કોવિડ-19ને વિશ્વને વધુ અસર કરી છે,”

તમને જણાવી દઈએ કે આ દુલ્હન યુક્રેનની છે અને વર હૈદરાબાદનો છે. તે મલ્લિકાર્જુન રાવનો પુત્ર છે, જે ઓસ્માનિયા યુનિવર્સિટીના બાયોમેડિકલ એન્જિનિયરિંગ વિભાગના રંગરાજન સ્વામીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે.

વરના માતા-પિતા મલ્લિકાર્જુન રાવ અને પદ્મજા તેમના પુત્ર અને યુક્રેનિયન છોકરીના લગ્નથી ખૂબ જ ખુશ છે અને તેઓએ યુદ્ધ વહેલામાં વહેલી તકે સમાપ્ત થાય તેવી પ્રાર્થના પણ કરી હતી. આ લગ્નની ઘણી તસવીરો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઇ રહી છે.

તમને જણાવી દઈએ કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 24 ફેબ્રુઆરીએ દેશમાં સૈન્ય કાર્યવાહી શરૂ કર્યા બાદ યુક્રેન તણાવપૂર્ણ પરિસ્થિતિમાં છે. આ યુદ્ધને કારણે હવે હજારો લોકોના મોત થયા છે અને લાખો લોકોને તેમના ઘર છોડવા પડ્યા છે.

Niraj Patel