રશિયા અને યુક્રેન યુદ્ધના ટેંશન વચ્ચે પાકિસ્તાન પહોંચ્યો PM ઇમરાન, ‘કહ્યું શું વાત છે? આટલો ઉત્સાહ’

ગરીબ દેશ પાકિસ્તાનના PM ઇમરાન ખાન આજકાલ રશિયાની મુલાકાતે છે. આ 23 વર્ષોમાં પાકિસ્તાની PM ની ફર્સ્ટ રશિયાની મુલાકાત છે. મોજુદા તણાવને જોતા તેમની રુસ યાત્રા પર ઘણા પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે.

USA એ પણ PM ઇમરાન ખાનની આ મુલાકાત પર કડક પ્રતિક્રિયા આપી દીધી છે. તેમને કહ્યું કે આ દરેક જવાબદાર દેશની જવાબદારી છે કે યૂક્રેનમા રુસની ગતિવિધિઓ પર આપત્તિ જતાવે. અમેરિકાએ પાકિસ્તાનને યૂક્રેન તણાવ પર પોતાની ભૂમિકાથી અવગત કરાવ્યું છે.

અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા નેડ પ્રાઈસે બુધવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ જાણકારી આપી. ઇમરાન ખાન તથા પુતિનની મોસ્કોમાં થવાવાળી મુલાકાતને લઈને સવાલ પર તેમણે કહ્યું કે અમે પાકિસ્તાનને યૂક્રેન પર રશિયા આક્રમણ વિષે અમારી સ્થિતિને લઈને સૂચિત કર્યું છે. અમે તેમને યુદ્ધ પર કુટનીતિને આગળ વધારવાના અમારા પ્રયાસો વિષે પણ જાણકારી આપી છે.

20 વર્ષથી વધુ સમયમાં કોઈ પાકિસ્તાની નેતા દ્વારા મોસ્કોની આ પ્રથમ મુલાકાત હતી. આ વિવાદ પાકિસ્તાન જેવા અન્ય દેશોને પણ અસર કરી શકે છે, જેની અર્થવ્યવસ્થા અમેરિકા અને રશિયા જેવા મોટા દેશોની આયાત પર નિર્ભર છે. જણાવી દઇએ કે, પાકિસ્તાની મીડિયાના એક અહેવાલ અનુસાર આ તણાવની અસર પાકિસ્તાન પર પણ પડી શકે છે. રશિયા કહી રહ્યું છે કે તે યુક્રેન પર હુમલો નહીં કરે, પરંતુ તેણે સરહદ પર એક લાખથી વધુ સૈનિકો તૈનાત કર્યા છે. જ્યારે અમેરિકાનું કહેવું છે કે, ફેબ્રુઆરી સુધીમાં યુક્રેન પર હુમલો કરવામાં આવશે.

ટ્રિબ્યુનના રીપોર્ટ અનુસાર, પાકિસ્તાન પર મોંઘવારીનો પ્રભાવ એવો હશે કે તે લાંબા સમય સુધી તેની અસર છોડશે નહીં. તેલના ભાવમાં જો થોડા મહિનાઓ સુધી 10-20 ડોલરનો વધારો થાય છે તો પાકિસ્તાનને એકથી બે અબજ ડોલરનું નુકસાન થઈ શકે છે. કારણ કે ચલણ પહેલાથી જ ખરાબ રીતે ઘટી ગયું છે. તેના કારણે પાકિસ્તાનમાં અન્ય તમામ સમસ્યાઓ ઉભી થશે.

એ સ્થિતિમાં, પાકિસ્તાનના લોકો અને પાકિસ્તાની મીડિયાને એ હકીકત વિશે ખૂબ જ ઉત્સુકતા હતી કે ઇમરાન ખાનની રશિયાની મુલાકાત દરમિયાન શું શું થયું અને દેશ પાકિસ્તાન માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને ફાયદાકારક રહેશે. પણ આ સમયે પાકિસ્તાન મોંઘવારીનો માર સહન કરી રહ્યું છે, પરંતુ આ સાથે જ જ્યારે ઈમરાન ખાન રશિયાની ધરતી પર પહોંચ્યા તો સાથે જ પુતિને યુક્રેન પર હુમલાની જાહેરાત કરી. હવે પુતિન યુક્રેન પરના હુમલામાં વ્યસ્ત છે.

ઈમરાન ખાન એરપોર્ટની બહાર નીકળતા જ ખૂબ જ ઉત્સાહિત દેખાતા હતા. વીડિયોમાં ઈમરાન ખાનને કહેતા સાંભળવામાં આવ્યા હતા કે- ‘હું યોગ્ય સમયે અહીં આવ્યો છું, હું ખૂબ જ ઉત્સુક છું.’ તેમના આગમનના થોડા કલાકો પછી, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન વિરુદ્ધ લશ્કરી કાર્યવાહીની જાહેરાત કરી અને આ સાથે રશિયન દળોએ યુક્રેન પર હુમલો કર્યો.

ઈમરાન ખાનની આ ટિપ્પણી પર તેમને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. ખુદ પાકિસ્તાનીઓ પણ ઈમરાન ખાનની ટિપ્પણી પર સવાલ ઉઠાવી રહ્યા છે. એક યુઝરે કહ્યું- ‘ઈમરાન ખાન દેશ ચલાવવા માટે સક્ષમ નથી. વિશ્વ એક મોટા યુદ્ધ તરફ આગળ વધી રહ્યું છે. આવી સ્થિતિમાં દેશનું નેતૃત્વ પ્રતિભાશાળી અને અનુભવી વ્યક્તિના હાથમાં હોવું જોઈએ. બીજી તરફ, અન્ય એક યુઝરે લખ્યું – ‘તે બાળકની જેમ ખૂબ જ ઉત્સાહિત છે, જેમ કે કોઈ પહેલીવાર વન્ડરલેન્ડની મુલાકાત લઈ રહ્યું છે. દેશ યુદ્ધની અણી પર છે પરંતુ તેઓ ઉત્સાહિત છે.

YC