બહુચરાજી મંદિર બાદ વધુ એક મંદિરમાં મહિલાએ ફિલ્મી ગીત ઉપર કર્યો ડાન્સ, વીડિયો વાયરલ થયા બાદ સર્જાયો મોટો વિવાદ

આજની યુવા પેઢી રિયલ લાઈફમાં નામ બનાવવાના બદલે સોશિયલ મીડિયામાં તેમના ફોલોઅર્સ વધે અને તેમનું નામ મોટું થાય તેવી ઈચ્છા રાખતા હોય છે. સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ઘણીવાર એવા એવા કામ કરે છે જેના કારણે તેમને પોલીસ સ્ટેશનના ચક્કર પણ કાપવાનો સમય આવી જાય છે.

છેલ્લા થોડા સમયથી ધાર્મિક દેવસ્થાનો ઉપર જઈને વીડિયો બનાવવાનું ચલણ ખુબ જ વધ્યું છે. ઘણા યુવક યુવતીઓ મંદિરોમાં જઈને ફિલ્મી ગીતો ઉપર ડાન્સ કરતા હોય છે, ઘણા તો એવા અશ્લીલ ડાન્સ કરે છે જેના કારણે મંદિરની ગરિમા પણ ખોરવાય છે. હાલ આવો જ એક કિસ્સો ઉજ્જૈનમાંથી સામે આવ્યો છે.

ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં ફિલ્મી ગીત ઉપર ડાન્સ કરવા વાળી મહિલા વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી લેવામાં આવી છે. આ મહિલાએ એક દિવસ પહેલા જ માફી પણ માગી હતી. આ મહિલાએ એક ફિલ્મી ગીત ઉપર મંદિરની અંદર ડાન્સ કર્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ ગયો હતો.

સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થવા ઉપર મહાકાલ મંદિરના પુજારીઓએ વીડિયો ઉપર કઠિન આપત્તિ વ્યક્ત કરી હતી. પુજારીઓ દ્વારા મહિલાના મંદિરમાં પ્રવેશ ઉપર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે. સખ્ત વિરોધ બાદ મહિલા દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી માફી મંગાવામાં આવી હતી. આજે મહાકાલ પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો.


વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર મહિલા ફિલ્મી ગીત (રગ રગ મેં ઇસ તરહ તું સમાને લગા) ગીત ઉપર મહાકાલના ઓમકારેશ્વર મંદિર પોલર્સની પાસે ઉભી રહીને ડાન્સ કરતી નજર આવી રહી છે. આ વીડિયોને સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા બાદ ઘણા પ્રકારની પ્રતિક્રિયાઓ મળી રહી છે.


પુજારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે શાસન અને પ્રશાસન દ્વારા આ પ્રકારે ધર્મનું અપમાન કરવા વાળા વીડિયો અને ફોટો ઉપર કાર્યવાહી નથી કરવામાં આવતી. જેના કારણે ધર્મનું અસ્તિત્વ ખતમ થવાનો ખતરો ઉત્પન્ન થાય છે. મહાકાલ મંદિરના વરિષ્ઠ પંડિત મહેશ પૂજારી દ્વારા કહેવામાં આવ્યું છે કે વીડિયો સખ્ત આપત્તીજનક છે. આ પ્રકારનું પ્રદર્શન કરવું બિલકુલ યોગ્ય નથી.

Niraj Patel