લ્યો બોલો..લવ જેહાદમાં છેતરાયા બાદ પુરુષો પરથી ઉઠી ગયો વિશ્વાસ, બાદમાં બે છોકરીઓએ મંદિરમાં જઇને કર્યું અનોખું કામ

ઉત્તર પ્રદેશના બદાયૂંની કલેક્ટર કચેરી પરિસરમાં એક અજીબો ગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કચેરીમાં આવેલા શિવ મંદિરમાં બે બહેનપણીઓએ એકબીજાના ગળામાં વરમાળા પહેરાવીને અનોખા લગ્ન કરી લીધા.


સમગ્ર કિસ્સાની જો વાત કરીએ તો જ્યારે બે છોકરીઓ એક વકીલ દિવાકર વર્માના ચેમ્બરમાં પહોંચી. તેઓએ એકબીજા સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી. તેણીએ કહ્યું કે અમે મિત્રો છીએ અને લગભગ 3 મહિનાથી સાથે રહીએ છીએ. અમે બંને આખી જિંદગી પતિ-પત્ની તરીકે સાથે રહેવા માંગીએ છીએ. અમારા લગ્ન કરાવી દો. એકબીજા સાથે પતિ-પત્ની તરીકે સાથે રહીશું.” તેમણે કહ્યું કે અમે આવું પુરુષો પ્રત્યે નફરત હોવાના કારણે પગલું ભર્યું છે. એવું પણ જણાવ્યું કે, મુસ્લિમ યુવકે લગ્નની લાલચ આપીને દગો કર્યો હતો.


જો કે કાયદાકીય રીતે તેમના લગ્ન થઈ શક્યા નહીં. બાદમાં કલેક્ટર ઓફિસ બહાર આવેલી શિવમંદિરમાં બંનેએ એકબીજાને વરમાળા પહેરાવી લગ્ન કરી દીધા અને આખી જિંદગી સાથે રહેવાની કસમ ખાધી.આ સમગ્ર મામલામાં લગ્ન કરનારી છોકરીનું કહેવું છે કે, તે પુરુષ સમાજથી નફરત કરે છે. એક છોકરીએ જણાવ્યું કે, તેને મુસ્લિમ યુવકે લગ્નની લાલચ આપીને દગો આપ્યો. તે એકબીજા સાથે રહેવા માગે છે. ભલે પરિવાર અને કાયદો તેમને મંજૂરી ન આપે,’પરિવારના લોકો તેમની સાથે સંબંધ રાખે તો ઠીક છે, નહીંતર એકબીજાના સહારે આખી જિંદગી વિતાવી દઈશું.

પતિ આશાએ કહ્યું કે, ”અમે આવું એટલા માટે કરી રહ્યા છીએ કેમ કે અમને પુરુષો પર વિશ્વાસ નથી. જેણે અમારી સાથે ખોટું કર્યું તેને સજા મળે. અમે એકબીજા સાથે રહીશું. જોબ કરીશું. મારો પરિવાર સહમત નથી, તેમને થોડી ઘણી ખબર છે. તેમનું કહેવું છે કે, જેવું ઠીક લાગે તેવું કરો. મેં મારી સાથે થયેલી ઘટના પરિવારને જણાવી હતી. અમારો સંબંધ ત્રણ મહિના જૂનો છે. હવે એક સાથે રહેવા માગીએ છીએ.’


પત્ની જ્યોતિએ કહ્યું કે, ”અમે છેલ્લા ત્રણ મહિનાથી સાથે રહીએ છીએ. અમે લગ્ન કરી લીધા છે. કારણ એ છે કે, અમે પુરુષોથી દૂર રહેવા માગીએ છીએ. અમને પુરુષોએ બહુ હેરાન કર્યા છે. હું પત્ની તરીકે રહીશ. હું બહુ ખુશ છું. આગળ પણ ખુશ રહીશ. આગળનો પ્લાનિંગ એવો છે કે અમે સાથે રહીશું અને સાથે મળીને કમાઈશું.’ હાલ બંનેએ લગ્નન કરી લીધા છે.

Raina
error: Unable To Copy Protected Content!