આજની પેઢી ક્યાં રસ્તે જઈ રહી છે, એક છોકરીએ બાઈક પર બીજી છોકરીને ઉંધી બેસાડી, સ્ટેયરીંગ છોડીને કરી લિપ કિસ, વીડિયો જોઈને દિમાગ ચકરાવે ચડશે, જુઓ
Girls Lip Lock on bike : આજની પેઢીને રીલનું ઘેલું લાગ્યું છે અને સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે તે કોઈપણ હદ સુધી જતા હોય છે. ઘણીવાર તે બાઈક પર એવા દિલ ધડક સ્ટન્ટ પણ કરતા હોય છે જેને લઈને તેમની સાથે અન્ય લોકોના જીવ પણ જોખમમાં મુકાતા હોય છે. ત્યારે તમે ઘણીવાર તમે યુવક અને યુવતીને બાઈક પર રોમાન્ટિક થતા જોયા હશે, પરંતુ હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં બે યુવતીઓ બાઈક પર લિપ કિસ કરતી જોવા મળી રહી છે.
બાઈક પર જ બે યુવતીઓએ કર્યું લિપલોક :
આ વીડિયો સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ્સ પર ધૂમ મચાવી રહ્યો છે જેમાં બે છોકરીઓ એક ફૂલ સ્પીડ બાઇક પર એકબીજાને લિપ-લોક કરતી જોઈ શકાય છે. વાયરલ વીડિયોમાં બંને યુવતીઓ ચાલતી બાઇક પર સામસામે બેઠેલી જોવા મળી રહી છે. જેમ જેમ બાઇક રસ્તા પર સ્પીડમાં જાય છે તેમ, છોકરીઓ સલામતીના તમામ નિયમોનું ઉલ્લંઘન કરીને એકબીજાને ચુંબન અને આલિંગન કરતી જોઈ શકાય છે. આ વિડિયો ક્યાં શૂટ કરવામાં આવ્યો છે તે ચોક્કસ સ્થળ જાણી શકાયું નથી, પરંતુ બાઇકની રજિસ્ટ્રેશન પ્લેટ જોતાં એવું માનવામાં આવે છે કે વીડિયો તમિલનાડુમાં ક્યાંક શૂટ કરવામાં આવ્યો છે.
27 લાખથી વધુ લોકોએ જોયો વીડિયો :
ઈંસ્ટાગ્રામ પર ‘ઘંટા’ પેજ દ્વારા શેર કરવામાં આવેલ આ વીડિયોને અત્યાર સુધીમાં 2.7 મિલિયન વ્યૂઝ અને લગભગ 81,000થી બધું લાઈક્સ મળી ચૂક્યા છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે બાઇક પર બે છોકરીઓ સામસામે બેઠી છે અને બાઈક ખૂબ જ ઝડપે આગળ વધી રહી છે. બાજુમાંથી પસાર થતા કોઈએ આ દ્રશ્ય પોતાના મોબાઈલ કેમેરામાં રેકોર્ડ કરી લીધું હતું. યુવતી બાઇકના હેન્ડલને અડ્યા વિના ડ્રાઇવ કરી રહી છે અને આ દરમિયાન બંનેએ એકબીજાને કિસ કરી હતી.
View this post on Instagram
લોકોએ વ્યક્ત કર્યો ગુસ્સો :
બે છોકરીઓને કિસ કરતી આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ લોકોના હોશ ઉડી ગયા હતા. ઈન્ટરનેટ પર વાયરલ થયેલા આ વીડિયોને જોયા બાદ લોકોએ વિવિધ પ્રતિક્રિયાઓ આપી હતી. આ વીડિયો ઘણા ઈન્ટરનેટ યુઝર્સ સાથે સારો નથી ગયો, જેમણે બે છોકરીઓને રસ્તા પર તેમના ‘સંવેદનશીલ અભિગમ’ માટે નિશાન બનાવ્યા છે. એક યુઝરે લખ્યું, “જો નંબર પ્લેટ દેખાઈ રહી છે તો ચલણ ઘરે મોકલો.” અન્ય એક યુઝરે લખ્યું, “આ ભાઈ પછીનું દ્રશ્ય બતાવો. જ્યારે તે બંને રસ્તાની બાજુમાં પડેલા જોવા મળ્યા.”