મિત્રતાની અનોખી કહાની ! બે મહિલાઓ એટલી પાક્કી બહેનપણી હતી કે હંમેશા સાથે રહે એ માટે થઇને એક જ યુવક સાથે કરી લીધા લગ્ન

બસ મિત્રતા ના તૂટે…’બે મહિલાઓએ કર્યા એક જ યુવક સાથે લગ્ન ! જુઓ વીડિયો

આપણે ઘણી વાર સાંભળ્યું છે કે પ્રેમના આગમનને કારણે મિત્રતામાં તિરાડ પડે છે. આપણે ફિલ્મો અને પુસ્તકોમાં ઘણી વખત જોયું અને વાંચ્યું છે કે પ્રેમ મિત્રને દૂર લઈ જાય છે. પરંતુ દુનિયાએ ભાગ્યે જ એવી મિત્રતા જોઈ હશે, જેને નિભાવવા માટે બે છોકરીઓએ એક જ વ્યક્તિ સાથે લગ્ન કર્યા. સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ પોતાનો પ્રેમ શેર કરવા નથી ઈચ્છતું. પરંતુ આ બંને મહિલાઓએ એક જ છોકરા સાથે ખુશીથી લગ્ન કર્યા છે. તેનું કારણ એ છે કે આ બંને ગાઢ મિત્રો છે. તેમાંથી એકના લગ્ન બાદ બંનેએ અલગ થવું પડ્યું હતું.

આવી સ્થિતિમાં, બંનેએ લગ્ન પછી પણ કાયમ સાથે રહેવા માટે આ રીતે શોધી અને પછી એક જ વ્યક્તિ સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ આ બંને મિત્રો એક જ ઘરમાં રહે છે. મિત્રતાની આ અનોખી કહાની પાકિસ્તાનના મુઝફ્ફરગઢમાં રહેતા બે મિત્રોની છે. અહીં રહેતી શહનાઝ અને નૂરે એજાઝ નામની વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે. એજાઝ પોતાની આજીવિકા માટે સિલાઈકામ કરે છે. ડેઈલી પાકિસ્તાન ગ્લોબલ નામની યુટ્યુબ ચેનલ સાથે વાત કરતા શહનાઝે જણાવ્યું કે પહેલા તેણે એજાઝ સાથે લગ્ન કર્યા હતા.

લગ્ન બાદ શહનાઝ તેની મિત્ર નૂરથી દૂર થઈ ગઈ હતી. આ દરમિયાન નૂર હંમેશા શહેનાઝના ઘરે જતી હતી પરંતુ બંને પહેલાની જેમ સાથે નહોતા. આવી સ્થિતિમાં નૂરે વિચાર્યું કે તે શહેનાઝના પતિ સાથે લગ્ન કરશે જેથી બંને મિત્રો સાથે રહી શકે. નૂર શહનાઝ સાથે એક જ ઘરમાં રહેવા માંગતી હતી, જેથી તેમની વચ્ચેનું અંતર સમાપ્ત થઈ જાય. જ્યારે નૂરે આ વિશે શહનાઝને જણાવ્યું તો તેને પણ આ યોગ્ય લાગ્યુ. આ પછી તેણે તેના પતિ એજાઝને નૂર સાથે લગ્ન કરવા વિશે પૂછ્યું અને તે રાજી થઈ ગયો.

આ પછી બંને મિત્રો એક જ વ્યક્તિ સાથે લગ્ન કરીને એક જ ઘરમાં ખુશીથી રહે છે. લગ્નથી શહેનાઝને બે બાળકો છે અને નૂરને એક બાળક છે. સમય વીતવા છતાં બંને મિત્રો વચ્ચેનો પ્રેમ એવો જ છે. આ અંગે શહનાઝનું કહેવું છે કે તે પોતાના પતિ સાથે લડી શકે છે પરંતુ નૂર સાથે ક્યારેય નહીં. કારણ કે તે પોતે જ નૂરને તેના ઘરે લાવી છે. ત્યાં નૂર કહે છે કે તેને શહનાઝથી ક્યારેય કોઈ ફરિયાદ નથી. આ ત્રણેય તેમના જીવનમાં ખુશ છે. સાથે જ તેમના પતિ એજાઝ પણ બંને સાથે ખુશીથી જીવી રહ્યા છે.

એક ચેનલે આમનો ઈન્ટવ્યુ પણ લીધો હતો જેનો વીડિયો ખુબ વાયરલ થયો હતો. લોકો અલગ અલગ ટિપ્પણીઓ કરી રહ્યા છે તો ઘણા લોકો એ આ મિત્રતાના ખુબ વખાણ પણ કરી રહ્યા છે. જુઓ આ વીડિયોમાં સંપૂર્ણ ઈન્ટવ્યુ વિગતવાર આપેલ છે.

Shah Jina