ઉનાળામાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: નવસારીના તળાવમાં નહાવા પડેલા બે માસુમ બાળકોનું પાણીની અંદર ડૂબી જતા થયું દુઃખદ મોત, પરિવારનો આક્રંદ

હે ભગવાન, બિચારા માં-બાપ શું કરશે બાળકોના વિના….તળાવમાં ન્હાવા ગયેલા 2 બાળકોનું થયું દર્દનાક મૃત્યુ- જુઓ તસવીરો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કેટલીક એવી એવી ઘટનાઓ સામે આવી રહી છે જેને લઈને હાહાકાર મચી જાય છે. ઘણીવાર અકસ્માતની એવી ખબર સામે આવે છે કે રૂંવાડા ઉભા થઇ જાય, તો ઘણીવાર આપઘાત અને હત્યાના મામલાઓ પણ સામે આવે છે. ત્યારે હાલ જે મામલો સામે આવ્યો છે તે વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે. નવસારીના એક તળાવમાં ડૂબી જવાના કારણે બે માસુમ બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર નવસારીના ખેરગામ ગામના બે બાળકો 12 વર્ષીય દક્ષેશ વિનોદભાઈ પટેલ અને 13 વર્ષીય પ્રજ્ઞેશ લાલજીવભાઈ પટેલ બંને ખાસ મિત્રો હતા અને ગામમાં ફરવા માટે પણ સાથે જ હતા. આ દરમિયાન ગત રોજ બંને બાળકો એક સાથે બપોરના 1 વાગ્યાની આસપાસ ફરવા માટે નીકળ્યા હતા અને આ દરમિયાન બંને બંધાળ ફળીયા ખાતે આવેલ તળાવન ઇન્દર નહાવા માટે પડ્યા હતા.

ત્યારે બંને બાળકો પાણીની અંદર જ ડૂબી ગયા, તેમના કપડા તળાવની બહાર પડેલા હોવાથી લોકોને શંકા ગઈ અને તપાસ કરી તો બંને બાળકો પાણીમાં જ ડૂબી ગયા હોવાનું સામે આવ્યું હતું. જેના બાદ તરવૈયાઓની મદદ દ્વારા મોડી સાંજે બંને બાળકોના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈને લોકોના ટોળા પણ તળાવ કિનારે ભેગા થઇ ગયા હતા.

બંને બાળકોના મૃતદેહ બહાર આવતા જ ગામમાં પણ સન્નાટો છવાઈ ગયો હતો. લોકોની આંખોમાં પણ આંસુઓ આવી ગયા હતા. બંનેના પરિવાર જનો પણ પોતાના કુમળા ફૂલ જેવા બાળકોના નિધન બાદ આક્રંદ કરવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મૃતક દક્ષેશ ધોરણ 7માં અને પ્રજ્ઞેશ ધોરણ 8માં અભ્યાસ કરતો હોવાનું સામે આવ્યું છે.

Niraj Patel