...
   

લો બોલો… માર્કેટમાં આવી ગયું એવું ટીવી કે તેની અંદર દેખાતી વાનગીને તમે સ્ક્રીન ઉપર ચાટીને જ મનગમતો સ્વાદ માણી શકશો

આજે ટેક્નોલોજીએ ખુબ જ વિકાસ કર્યો છે, ટેક્નોલોજીએ ઘણા બધા કામ આસાન કરી દીધા છે, તો ઘણીવાર આપણા મનમાં પણ એવા સવાલ થાય કે કદાચ કોઈ એવી વસ્તુ શક્ય બની જાય જેની આપણે ઈચ્છા રાખીએ છીએ. ઘણીવાર આપણે ટીવીમાં કોઈ સારી વાનગી જોઈએ અને તેને ખાવા માટે પણ મન લલચાય. પરંતુ કેટલાક કારણો સર તેને આપણે ખાઈ શકતા નથી હોતા.

પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે માર્કેટમાં એવું ટીવી આવી ગયું છે કે જેની સ્ક્રીન ચાટીને જ તમે તમારી મનગમતી વાનગીનો ટેસ્ટ માણી શકો છો. આ તમને કદાચ હસવા જેવી વાત લાગશે પરંતુ આ હકીકત છે. જાપાનના એક પ્રોફેસરે ચાટવાલાયક ટીવી સ્ક્રીન બનાવીને આ સિદ્ધિ હાંસલ કરી છે.

આ સ્પેશિયલ ટીવી સ્ક્રીન વિવિધ સ્વાદના નાના બોક્સથી સજ્જ છે, જે તમને સ્ક્રીન પર દેખાતા ખાવાનો સ્વાદ આપશે. રોઇટર્સના એક અહેવાલ અનુસાર, વિશ્વભરની વાનગીઓનો સ્વાદ આપવા માટે આ નાના બોક્સમાંથી વિવિધ સંયોજનોમાં ફ્લેવર્સ છાંટવામાં આવે છે. આ ખાસ ઉપકરણને “ટેસ્ટ ધ ટીવી” (TTTV) નામ આપવામાં આવ્યું છે.

એવો દાવો કરવામાં આવ્યો છે કે ટીવી એવી સ્ક્રીન સાથે આવે છે જે હાઈજેનિક છે અને તેને ટીવી સ્ક્રીન પર મૂકવામાં આવ્યું છે જેથી યુઝર્સ વિવિધ ફ્લેવર ટ્રાય કરી શકે. લિકેબલ એટલે કે ચાટવાવાળી ટીવી મેઇજી યુનિવર્સિટીના પ્રોફેસર હોમી મિયાશિતા દ્વારા વિકસાવવામાં આવ્યું છે, જે કહે છે કે ટેલિવિઝન વિશ્વભરના લોકોને પોતાના ઘર ઉપર આરામથી બેસીને ખાવાના સ્વાદનો અનુભવ કરવામાં મદદ કરવા માટે બનાવવામાં આવ્યું છે.

30 વિદ્યાર્થીઓની ટીમ સાથે કામ કરીને પ્રોફેસરે સ્વાદને લગતી ઘણી પ્રોડક્ટ્સ વિકસાવી છે, જેમાં કાંટોનો સમાવેશ થાય છે જે ખોરાકનો સ્વાદ સુધારવામાં મદદ કરે છે. તેણે ટેક્નોલોજી કંપનીઓને તેની છંટકાવની ટેકનિકનો ઉપયોગ કરવા અને એવા ઉત્પાદનો વિકસાવવા પ્રોત્સાહિત કર્યા જે પિઝા અથવા ચોકલેટના ટુકડા જેવા ટોસ્ટ કરેલી બ્રેડનો સ્વાદ બનાવે.

પ્રોફેસરનું માનવું છે કે આ અનોખા ઉપકરણની મદદથી રસોઈયા કે ભોજનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને દૂર બેસીને ટ્રેનિંગ આપી શકાય છે. અનુમાન છે કે જો આ ટેલિવિઝન માર્કેટમાં લાવવામાં આવે તો તેની કિંમત 875 ડોલર (ભારતીય ચલણમાં લગભગ 73 હજાર રૂપિયા) થશે.

Niraj Patel