TV actor chandu commits suicide : ગુજરાત સમેત દેશભરમાં આપઘાતના સતત મામલો સામે આવી રહ્યા છે, ખાસ કરીને યુવાનો આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી લેતા હોવાની ઘટનાઓ સામે આવતી રહે છે. સામાન્ય માણસની જેમ ઘણા બધા સેલેબ્સે પણ આપઘાત કરીને મોતને વહાલું કરી લીધું છે, ત્યારે હાલ એક એવી જ ખબર સામે આવી છે, સાઉથ ફિલ્મોના એક ખ્યાતનામ અભિનેતાએ પણ આપઘાત કરીને જીવન ટૂંકાવી લેતા મનોરંજન જગતમાં શોકનો માહોલ ફરી વળ્યો છે.
ટીવી એક્ટ્રેસ પવિત્રા જયરામના મૃત્યુના પાંચ દિવસ બાદ સાઉથ ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ખબર એવી છે કે ચંદ્રકાંત જેને પ્રેમથી ચંદુ કહેતા હતા. તેણે આત્મહત્યા કરી લીધી છે. સાઉથ એક્ટર ચંદુ મણિકોંડા સ્થિત તેના ઘરે શંકાસ્પદ હાલતમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેલુગુ અભિનેતા ચંદુના આકસ્મિક નિધનથી તેના ચાહકો અને મનોરંજન ઉદ્યોગના લોકો માટે ભારે આઘાત લાગ્યો છે.
અભિનેતા ચંદુ ઉર્ફે ચંદ્રકાંત કે જેઓ પોતાની શાનદાર અભિનયને કારણે પ્રખ્યાત હતા. તેઓ ટેલિવિઝન જગતના પ્રખ્યાત કલાકારોની યાદીમાં સામેલ હતા. આટલું જ નહીં સાઉથમાં તેની ફેન ફોલોઈંગ ખૂબ જ મોટી હતી. અભિનેતા ચંદુએ તેના નજીકના મિત્ર અને કો-સ્ટાર પવિત્ર જયરામના કાર અકસ્માતમાં મૃત્યુના થોડા દિવસો બાદ જ આત્મહત્યા કરી હતી. તમને જણાવી દઈએ કે ચંદ્રકાંત રંગારેડ્ડી જિલ્લાના નરસિમ્હા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા અલકાપુરમાં તેના ઘરે શંકાસ્પદ હાલતમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.
TOI અનુસાર, જ્યારે ચંદુએ વારંવાર ફોન કરવા પર જવાબ ન આપ્યો, ત્યારે તેના પરિવારના સભ્યોએ તેના રૂમનો દરવાજો તોડી નાખ્યો. એટલું જ નહીં, પોલીસને અભિનેતા પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી છે. તમને જણાવી દઈએ કે ચંદ્રકાંતની આત્મહત્યાના થોડા દિવસો પહેલા પવિત્ર જયરામનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું, ત્યારબાદ તેણે પવિત્રાને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શ્રદ્ધાંજલિ આપી હતી. હવે અભિનેતાના આકસ્મિક નિધનથી દરેક જણ આઘાતમાં છે અને સોશિયલ મીડિયા પર દરેક તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.