હનુમાનજીની કૃપા મેળવવા મંગળવારે ક્યારેય આ વસ્તુની ખરીદી ન કરો

હનુમાનજીની કૃપા મેળવવા મંગળવારે ક્યારેય આ વસ્તુની ખરીદી ન કરો

આપણે સૌ જાણીએ છીએ કે,મંગળવારને હનુમાનજીની પૂજા માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. આ દિવસે મંદિરોમાં ભક્તોની ભીડ રહે છે. બજરંગબલીને ખુશ કરવા માટે, જો કોઈ મંત્રનો જાપ કરે છે, તો કોઈ ચાલીસા અથવા હનુમાનષ્ટકનો પાઠ કરે છે, પરંતુ મંગળવારે કેટલીક વસ્તુઓ છે જે ન કરવી જોઈએ. આ વસ્તુઓ કરવાથી બજરંગબલી ગુસ્સે થઈ જાય છે.

મેકઅપ(શ્રુંગાર)ની વસ્તુઓ ન ખરીદો : એવું માનવામાં આવે છે કે મંગળવારે સૌંદર્ય પ્રસાધનો ખરીદવાથી વૈવાહિક સંબંધોમાં તિરાડ આવે છે. સોમવાર અને શુક્રવાર તેને ખરીદવા માટે સૌથી યોગ્ય દિવસ માનવામાં આવે છે. આ દિવસે ખરીદેલી વસ્તુઓ સૌભાગ્યમાં વધારો કરે છે.

દૂધમાંથી બનેલી વસ્તુઓ ન ખરીદો : મંગળવારે દૂધથી બનેલી મિઠાઈ જેવી કે, બરફી, રબડી અને કલાકંદ ન ખરીદવી જોઈએ. દૂધને ચંદ્રનું કારક માનવામાં આવે છે. ચંદ્ર અને મંગળ એકબીજાના અત્યંત વિરોધી છે, તેથી મંગળના દિવસે દૂધમાંથી બનેલી વસ્તુઓનો ઉપયોગ કરવો કે દાન કરવું જોઈએ નહીં. આજના દિવસે ભગવાન હનુમાનને ચણાના લાડુ ચઢાવવાથી તે પ્રસન્ન થાય છે.

માંસ અને શરાબથી દૂર રહો : મંગળવારના દિવસે ભૂલથી પણ ન તો માંસ કે દારૂની ખરીદી કરવી જોઈએ અને ન તો તેનું સેવન કરવું જોઈએ. આમ કરવાથી વ્યક્તિના પરિવાર પર આફત આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે જે વ્યક્તિ માછલી ખરીદે છે અને ખાય છે તેના પૈસા પાણીની વપરાય જાય છે અને ખતમ થઈ જાય છે.

ઘરમાં લોખંડનો સામાન ન લાવો : આ દિવસે લોખંડનો સામાન ખરીદવો પણ અશુભ માનવામાં આવે છે. સ્ટીલના વાસણો અને તીક્ષ્ણ વસ્તુઓ જેમ કે નેઇલ કટર, છરી અને કાતર આ દિવસે ખરીદવા જોઇએ નહીં. આ દિવસે નવું વાહન ખરીદવું પણ અશુભ માનવામાં આવે છે.

નખ કાપવા જોઈએ નહીં : મંગળવારે નખ કાપલ, વાળ કાપવા અને દાઢી કરવાથી બચવુ જોઈએ. આ દિવસે પૈસાની લેવડદેવડ ન કરવી જોઈએ. આનાથી પૈસાની ખોટ થાય છે. મંગળવારે ઘરમાં હવન ન કરવો જોઈએ અને ન તો તેની કોઈ સામગ્રી ખરીદવી જોઈએ.

કાળા કપડા ન પહેરો : મંગળવારે કાળા રંગના કપડા ન પહેરવા જોઈએ. આ દિવસે લાલ રંગના કપડા પહેરવાથી મંગળ દોષની અસર ઓછી થાય છે.

Patel Meet