ઘણી વાર માતા-પિતા અને પરિવારના લોકોનું એવું જ માનતા હોય છે કે જો ભણશે ત્યારે તેની જિંદગીમાં કંઈક હાસિલ કરીને બતાવશે નહિ તો આમ જ જિંદગી વીતી જશે. એક છોકરો જે 8માં ધોરણમાં નાપાસ થઇ ગયો હતો તેણે ક્યારેય વિચાર્યું પણ નહિ હોય કે 23 વર્ષની ઉંમરે CBI અને રિલાયન્સ તેની સેવાઓ લઇ રહી હશે.
આજે અમે વાત કરી રહ્યા છીએ મુંબઈમાં રહેવા વાળા હેકર ત્રિશનિત અરોરા વિશે. તેની જીદ અને જુનૂનના બળ પર એ કરીને બતાવ્યું કે લોકોએ ક્યારેય વિચાર્યું પણ નહિ હોય. 8મુ ધોરણ ફેલ ત્રિશનિત કરોડોની કંપનીના માલિક છે અને મોટા-મોટા ઉદ્યોગપતિઓને તેની સેવાઓ આપે છે.
ત્રિશનિત જોડેથી સેવાઓ લેવા વાળામાં રિલાયન્સ, CBI, પંજાબ પોલીસ, એવન સાઇકલ, અમૂલ જેવી મોટી કંપનીઓ અને સરકારી એજન્સીઓના નામ શામેલ છે. ત્રિશનિતને બાળપણથી જ ભણવામાંથી મન હટી ગયું હતું. તેવામાં થયું એવું કે ઘર વાળાએ ત્રિશનિતને કોમ્પ્યુટર આપવી દીધું.
કોમ્પ્યુટરમાં ઇંટ્રેસ્ટ હોવાના કારણે ત્રિશનિત આખો દિવસ કોમ્પ્યુટરમાં વીડિયો ગેમ રમતો હતો.ત્રિશનિતને કોમ્પ્યુટર માટે પાગલપન જોઈને તેના પિતાને ખુબ ચિંતા થવા લાગી તો તેમણે કોમ્પ્યુટરમાં પાસવર્ડ લગાવી દીધો હતો. કોમ્પ્યુટર પ્રતિ પાગલપન માટે લગામ લાગવા માટે ત્રિશનિતના પિતાએ જે પાસવર્ડ લગાવ્યો હતો તે ત્રિશનિતે વગર કોઈની મદદે મિનિટોમાં જ પાસવર્ડ બ્રેક કરી લીધો હતો જેને જોઈને તેના પિતા આશ્ચર્ય રહી ગયા હતા.
ત્યારબાદ તેમણે ત્રિશનિતને કોમ્પ્યુટર પર સમય પસાર કરવા માટે ટોકવાનું બંધ કરી દીધું હતું પરંતુ તેનું પરિણામ એ આવ્યું કે ત્રિશનિત 8માં ધોરણમાં નાપાસ થઇ ગયો. ત્રિશનિતે માતા-પિતાને દિલનું રાઝ કહ્યું કે હું કોમ્પ્યુટર વિશે ભણવા માંગુ છું. ત્રિશનિતે સ્કૂલ છોડવાનો નિર્ણય કર્યો જેમાં માતા-પિતાએ પૂરો સહયોગ આપ્યો હતો. સ્કૂલ છોડ્યા પછી ત્રિશનિત કોમ્પ્યુટર વિશે વધુ શીખવા લાગ્યો અને 19 વર્ષની ઉંમરે કોમ્પ્યુટર ફિક્સિંગ અને સોફ્ટવેર ક્લિનીંગના એક્સપર્ટ બની ગયો હતો.
ત્યારબાદ ત્રિશનિતે નાના પ્રોજેક્ટ્સ પર કામ કરવાનું શરુ કરી દીધું હતું. ત્રિશનિતને તેના પહેલા કામનો પહેલો ચેક 60 હજાર રૂપિયાનો મળ્યો હતો. આજે ત્રિશનિત તેની પોતાની કંપનીના માલિક છે. તેની કંપનીનું નામ ‘ટીએસી સિક્યુરિટી સોલ્યૂશન’ છે. આ એક સાઇબર સિક્યુરિટી કંપની છે જે મોટી મોટી કંપનીઓને સુરક્ષા આપે છે.
મીડિયા રિપોર્ટ અનુસાર ત્રિશનિતને ભારતમાં 4 ઓફિસ છે અને એક દુબઈમાં પણ ઓફિસ છે. ત્રિશનિતે 12મુ ડિસેન્ટ એજ્યુકેશનથી કર્યું અને ત્યારબાદ BCA કમ્પ્લીટ કર્યું હતું. ત્રિશનિતે હેકિંગ પર ‘હેકિંગ ટોક વિથ ત્રિશનિત અરોરા’,’ધ હેકિંગ એરા’ અને ‘હેકિંગ વિથ સ્માર્ટ ફોન્સ’નામથી પુસ્તકો લખ્યા છે. ખબરોની માનીએ તો ત્રિશનિતની કંપનીનું રેવન્યુ 1 કરોડનું છે. ત્રિશનિતને ઘણા ઇનામ અને પુરસ્કાર પણ મળી ચુક્યા છે.
ત્રિશનિતને 2013માં ગુજરાતના પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી યશવંત સિન્હા તરફથી સન્માન પણ કરવામાં આવ્યું છે. આના સિવાય 2014માં આજ કામને લઈને પંજાબના તત્કાલીન મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલે ગણતંત્ર દિવસ પર ‘સ્ટેટ એવોર્ડ’આપ્યો હતો.
2015માં ત્રિશનિતને ફિલ્મ અભિનેતા આયુષ્માન ખુરાના સહિત સાત હસ્તિયોંની સાથે પંજાબી આઇકોન એવોર્ડ આપવામાં આવ્યો હતો. ત્રિશનિતનું કહેવું છે કે ‘પેશન’માટે ભણતર જરૂરી નથી.
View this post on Instagram