માથા ઉપર 2 LPG ગેસના સિલેન્ડર અને હાથમાં તિરંગો લઈને આ યુવાને આપી સલામી, વીડિયો જોઈને તમારા ઉડી જશે હોંશ, જુઓ

દેશભક્તિ બતાવવા માટે આ યુવાને માથા ઉપર મુક્યા કાચના બે ખાલી ગ્લાસ, એના ઉપર બે ભારે ભરખમ ગેસ સિલેન્ડર અને પછી હાથમાં તિરંગો લઈને શાનથી લહેરાવ્યો, જુઓ વીડિયો

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે હર ઘર તિરંગાનું અભિયાન ચલાવવામાં આવ્યું, જેમાં દેશના મોટાભાગના ઘર ઉપર આપણે તિરંગા લહેરાતા જોયા. ત્યારે આજે 15 ઓગસ્ટના રોજ પણ ઠેર ઠેર આઝાદીના આ પર્વની ઉજવણી કરવા માટેના કાર્યક્રમો પણ થયા અને લોકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો. તો ઘણા લોકોએ સોશિયલ મીડિયામાં પણ દેશભક્તિ બતાવી અને કંઈક અલગ કરવાનો પ્રયાસ કર્યો જેના ઘણા વીડિયો પણ સામે આવ્યા.

આ વીડિયોમાં એક છોકરો પોતાના માથા પર બે ગેસ સિલિન્ડર લઈને ઊભો છે અને તેના હાથમાં તિરંગો છે. વીડિયોમાં તિરંગાનું સન્માન કરવાના આ છોકરાના પ્રયાસ વિશે દરેક જણ વાત કરી રહ્યા છે. પણ ભાઈ, માથા પર સિલિન્ડર રાખવાથી શું ફાયદો થઈ શકે? આપણા દેશમાં ટેલેન્ટની કોઈ કમી નથી, તમે આ વીડિયો જોઈને અંદાજ લગાવી શકો છો.

આ વીડિયોની શરૂઆતમાં, આ છોકરો તેના માથા પર બે કાચના ગ્લાસ મૂકે છે. આ કાચના ગ્લાસની ઉપર તેણે બે ભારે સિલિન્ડર મૂક્યા છે અને પછી તિરંગો પકડ્યો છે. જેના બાદ તે તિરંગાને શાનથી લહેરાવી અને સલામી આપતો પણ જોવા મળી રહ્યો છે. જેના બાદ આ વીડિયો ખુબ જ વાયરલ થઇ ગયો.

 

View this post on Instagram

 

A post shared by Praveen Prajapat (@praveen_prajapat1)

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે, ‘મા તુઝે સલામ.’ આ વીડિયો ઈન્ટરનેટ પર ઘણો જોવામાં અને શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવ્યો છે, જ્યારે 64 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે.

Niraj Patel