સુરતમાં એડવોકેટ મેહુલ બોઘરા પર હુમલો કરનાર TRB જવાન પર પોલિસની મોટી કાર્યવાહી

સુરતમાં મેહુલ બોઘરા પર TRB જવાન દ્વારા થયેલ જીવલેણ હુમલા મામલે એક ખબર સામે આવી રહી છે. એડવોકેટ મેહુલ બોઘરા પર હુમલો કરનાર TRB સાજન ભરવાડ સામે સુરત પોલીસે મોટી કાર્યવાહી કરી છે. સાજન ભરવાડને તાત્કાલિક અસરથી ટર્મિનેટ કરી દેવાયો છે. આ મામલે એડિશનલ સીપી પ્રવીણ મલે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યુ કે, સુરતની ટ્રાફિક બ્રાન્ચની ટીમના અરવિંદ ગામીત, હરેશ અને TRB સાજન ભરવાડ સામે પગલાં લેવામાં આવ્યા છે અમે સાજન ભરવાડની વર્તણૂંકને કારણે તેને તાત્કાલિક અસરથી ટર્મિનેટ કરી દેવાયો છે. આ મામલાની તાપસ ACP કક્ષાના પોલીસ અધિકારી કરી રહ્યા છે. જણાવી દઇએ કે, પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જોઈન્ટ કમિશ્નર દ્વારા કસુરવારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની બાહેંધરી આપી હતી.

ઉલ્લેખનીય છે કે, મેહુલ બોઘરા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યા બાદ હુમલાવર વિરુદ્ધ સરથાણા પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી અને આ ફરિયાદ કલમ 307 મુજબ નોંધાઇ હતી. જો કે, શરૂઆતમાં પોલીસ દ્વારા કલમ 307 મુજબ ફરિયાદ ન નોંધાતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. અને પોલિસમથક બહાર મોટી સંખ્યામાં લોકો પણ એકઠા થઇ ગયા હતા. જો કે, આ મામલે મેહુલ બોઘરા સામે પણ ફરિયાદ નોંધાઇ છે. મેહુલ બોધરાનો આરોપ છે કે પોલીસના કેટલાક મળતીયા હપ્તાખોરી કરે છે અને તેનો પર્દાફાશ કરવા તેઓ ગયા ત્યારે અજાણ્યા શખ્સોએ તેમના પર જીવલેણ હુમલો કર્યો. 

ઉલ્લેખનીય છે કે, મેહુલ મોઘરા સામે પણ એટ્રોસીટી સહિતના ગુના દાખલ કરવામાં આવ્યા છે. પીએલ મલે કહ્યુ કે, આ કેસમાં TRB સંકળાયેલો હોવાને કારણે એડિશનલ કમિશનર કક્ષાના અધિકારીની તપાસ સોંપાઇ છે. પોલીસ પ્રજા વિમુખ કામગીરી કરે છે ત્યારે કોઈ પણ સરકારી ગરમી ગેરકાયદે કામ કરશે તો તેના વિરુદ્ધ પણ કામગીરી થશે. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મોટાભાગના સવાલના જવાબમાં પોલીસ દ્વારા તપાસ થશે અને કાર્યવાહી કરાશે તેવા સરકારી જવાબ આપવામાં આવ્યા હતા.

સાજન ભરવાડની ફરિયાદ તાત્કાલિક લેવામાં આવી હતી અને એડવોકેટ મેહુલ બોઘરાની ફરિયાદ લેવામાં મોડું થયુ હતુ તો આ અંગે તેમણે જણાવ્યું કે સૌપ્રથમ તો ઇજાગ્રસ્ત મેહુલની સારવાર કરાવવી જરૂરી હતી અને ત્યારબાદ તેની ફરિયાદ લેવામાં આવી. મોડું થયું હશે તો તે અંગે પણ તપાસ કરવામાં આવશે. પીએલ મલ દ્વારા કહેવામાં આવ્યું કે TRB જવાન સાદા ડ્રેસમાં હોવા અંગે પણ તપાસ થશે અને તેમણે એ પણ જણાવ્યુ કે, વીડિયો ઉતારવો ગુનો નથી પરંતુ તેની તપાસ પછી પગલાં લેવાય છે.પોલીસે હુમલો રોકવા પ્રયાસ કર્યો હતો છતાં તે અંગે પણ તપાસ થશે અને જરૂરી કાર્યવાહી થશે. પોલીસ પહેલા પણ વાયરલ વીડિયોને આધારે તપાસ કરતી હતી અને આગળના સમયમાં પણ કરશે.

Shah Jina