લગ્ન પછી પત્ની ના, ના કરતી, 2 મહિના પછી ભાંડો ફૂટ્યો- જાણો

ચોંકાવનાર કિસ્સો: મેરેજ પછી રોજ રાત્રે પત્ની ના પડતી, 2 મહિના પછી ખુલાસો થયો તો પતિના પગ નીચેથી જમીન ખસી ગઈ

યૂપી કાનપુરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કાનપુર પનકીમાં રહેવા વાળા દંપતીએ ખોટું બોલીને તેમની કિન્નર સંતાનના લગ્ન શાસ્ત્રી નગર નિવાસી એક યુવક સાથે કરાવી દીધા હતા. લગ્નના 2 મહિના બાદ મહિલા ટ્રાન્સ જેન્ડર છે તેની ખબર પડી હતી.

પ્રતિકાત્મક તસવીર

છેતરપિંડીનો ભોગ બનેલ યુવકે કાકાદેવ પોલીસ સ્ટેશનમાં તેની કિન્નર પત્ની, સાસ-સસુર અને વચેટિયાઓ સહીત 8 લોકો સામે FIR નોંધાવી હતી. શાસ્ત્રી નગર નિવાસી પીયૂષે કહ્યું કે તેના લગ્ન 28 એપ્રિલ 2021માં પનકીમાં એક છોકરી સાથે થયા હતા. પીયૂષે દાવો કર્યો છે મારી પત્ની મારી સાથે સંબંધ બનાવવા માટે અસમર્થ હતી.

પ્રતિકાત્મક તસવીર

છોકરી જન્મથી જ કિન્નર હતી તે વાત છોકરીના પરિવારને ખબર હતી. ખબર હોવા છતાં પણ વિજય નગર નિવાસી સત્યદેવ ચૌધરીએ લગ્ન માટે વાત કરી અને બંનેના લગ્ન કરાવી દીધા હતા. લગ્ન પછી સાચી વાત સામે આવી તો આખો પરિવાર દંગ રહી ગયો હતો. છોકરીએ કહ્યું હતું કે તે લગ્ન કરવા નથી માંગતી પરંતુ પરિવારના લોકોની જબરદસ્તીના લીધે લગ્ન કરવા માટે હા પડી હતી અને આ  વાત છુપાવીને લગ્ન કરાવી દીધા હતા.

પ્રતિકાત્મક તસવીર

લગ્ન પછી દુલ્હનને દુલ્હા સાથે સંબંધ બનાવવા માટે ના પાડી હતી તેને કહ્યું કે મને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ છે. પતિને જોડે આવતા જ પત્ની કોઈને કોઈક બહાનું બનાવી દેતી હતી. જેમ જેમ દિવસો વીતતા ગયા છોકરાને શંકા થઇ કે કંઈક ગડબડ છે. ત્યારબાદ તેની પત્નીને લઈને ચેક-અપ કરાવા માટે સ્ત્રી રોગ વિશેષજ્ઞ જોડે લઇ ગયો અને ત્યાં ખબર પડી કે તે ટ્રાન્સજેન્ડર છે. આ વાત સાંભળીને જ પતિના હોશ ઉડી ગયા. સમગ્ર મામલો સામે આવતા છોકરી તેના ઘરે જતી રહી હતી.

પ્રતિકાત્મક તસવીર

ભોગ બનેલ યુવકે આઠ લોકો સામે છેતરપિંડી માટે અને બીજા અન્ય ગંભીર આરોપ સાથે FIR નોંધાવી હતી. છોકરીના માતા પિતા અને વચેટિયાઓ સામે IPCની ધારા 420 (છેતરપિંડી) નોંધાવી હતી. પોલીસે કહ્યું કે, ‘સામે પક્ષ વાળા સહીત 8 લોકો સામે IPC ધારાઓ સંબંધિત FIR નોંધાવી છે અને તેની તપાસ ચાલુ કરી દેવાઈ છે. તપાસના આધારે કાર્યવાહી કરવામાં આવશે.

Patel Meet