પુરપાટ ઝડપે આવી રહી હતી ટ્રેન, ત્યારે જ એક વ્યક્તિ આવીને પાટા ઉપર સુઈ ગયો, અને અચાનક બન્યું એવું કે… CCTVમાં ઘટના થઇ કેદ

દેશભરમાં આપઘાતની હની ઘટનાઓ રોજ બરોજ સોશિયલ મીડિયા અને સમાચારમાં આપણે સાંભળીએ છીએ, ઘણા લોકો પોતાના જીવનથી કંટાળીને કે કોઈ અગમ્ય કારણો સર  મોતને બહલુ કરવાનું વિચારતા હોય છે, આપઘાત કરવા માટે લોકો અલગ અલગ રીતો પણ અપનાવતા હોય છે. હાલ આપઘાત કરવાનો એક એવો જ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

રેલવે મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલો આ વીડિયો ખરેખર હેરાન કરી દેનારો છે. જે હાલ ટ્વીટર ઉપર વાયરલ થઇ રહ્યો છે. એક યુવક ટ્રેનના પાટા ઉપર આપઘાત કરવા માટે જાય છે, તેની આખી જ ઘટના સ્ટેશન ઉપર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ છે. જેમાં જોઈ શકાય છે કે એક યુવક ટ્રેન આવતા જ પાટા ઉપર સુઈ જાય છે.

વાયરલ થઇ રહેલો આ વીડિયો મુંબઈના શિવડી સ્ટેશનનો છે. વીડિયોની શરૂઆત એક વ્યક્તિ સાથે થાય છે. જેવો જ વીડિયો આગળ વધે છે તેમાં જોઈ શકાય છે કે એક ટ્રેન આવી રહી છે અને તે વ્યક્તિ ચાલીને રેલવેના પાટા ઉપર આવીને સુઈ જાય છે. તે વ્યક્તિએ પોતાનું માથું એક તરફના પાટા ઉપર રાખ્યું છે અને શરીર બીજા પાટા તરફ લંબાવ્યું છે.

પરંતુ લોકો પાયલોટ દ્વારા ઇમરજન્સી બ્રેક ખેંચ્યા બાદ ટ્રેન તરત જ પાટા ઉપર રોકાઈ જાય છે અને આ જીવલેણ દુર્ઘટના અટકી જાય છે. કેટલાક આરપીએફ કર્મીઓને પણ સુરક્ષા માટે તે વ્યક્તિ તરફ દોડતા પણ જોવા મળી રહ્યા છે. ફુટેજમાં જોવા મળી રહેલા સમય અનુસાર આ ઘટના સવારે 11:45 વાગે ઘટી હતી.

રેલવે મંત્રાલય દ્વારા કેપશનમાં લખવામાં આવ્યું છે કે, “મોટરમેન દ્વારા કરવામાં આવેલું સરાહનીય કાર્ય: મુંબઈના શિવડી સ્ટેશન ઉપર મોટરમેન દ્વારા જોવામાં આવ્યું કે એક વ્યક્તિ ટ્રેક ઉપર સુઈ ગયો છે અને તેને ઉતાવળ અને સુઝબુઝથી ઇમરજન્સી બ્રેક લગાવીને વ્યક્તિનો જીવ બચાવ્યો. તમારો જીવ કિંમતી છે. ઘરે તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે.” સોશિયલ મીડિયામાં કેટલાય લોકોએ આ વીડિયોને જોયો છે.

Niraj Patel