‘આને કહેવાય ચમત્કાર…’ વ્યક્તિના ઉપરથી ફૂલ સ્પીડમાં નીકળી 17 કોચની ટ્રેન, રેલવે ટ્રેકથી જીવતા ઊભા થતા જ જોડ્યા હાથ

વ્યક્તિના ઉપરથી ફૂલ સ્પીડમાં નીકળી ટ્રેન, પણ ઇશ્વરે બચાવી લીધો, જુઓ ખતરનાક વીડિયો

જીવનમાં ઘણી વખત આપણે એટલા બેદરકાર થઈ જઈએ છીએ કે આપણે આપણા જીવનની કાળજી લેતા નથી. આવા ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થતા રહે છે. જો કે, એક કહેવત છે ને કે જાકો રાખે સાઇયાં, માર સકે ના કોઈ… ઘણીવાર આ કહેવત એવા લોકો માટે કહેવાય છે જેઓ મૃત્યુને પણ હરાવીને પાછા આવે છે. આજે આવો જ એક વીડિયો સો.મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેને જોયા પછી તમારા પણ રૂંવાડા ઊભા થઇ જશે. જો તમે કિસ્મતમાં ના માના હોવ તો આ વીડિયો જોયા પછી તમે સમજી શકશો કે કિસ્મત કોને કહેવાય.

ઉત્તર પ્રદેશના ભરથાણા રેલવે સ્ટેશનનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં લોકોએ કંઈક એવું જોવું કે તેને ‘ચમત્કાર’ કહેવા લાગ્યા. વાસ્તવમાં, અહીં એક મુસાફર ચાલતી ટ્રેનને પકડવાની કોશિશમાં રેલ્વે ટ્રેક પર પડી ગયો અને સ્પીડમાં આવતી ટ્રેન તેની ઉપરથી પસાર થઈ ગઈ. આસપાસ હાજર લોકોએ વિચાર્યું ન હતું કે 17 કોચની ટ્રેન જ્યારે પેસેન્જર ઉપરથી પસાર થશે ત્યારે તે જીવતો બચશે, પરંતુ ટ્રેનના નીકળી ગયા પછી તે વ્યક્તિ ઊભો થયો અને તેણે હાથ જોડીને પોતાના નસીબનો આભાર માન્યો !

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, ‘આ ઘટના ઇટાવા જિલ્લાના ભરથાણા રેલવે સ્ટેશન પર મંગળવારે સવારે 8.45 વાગ્યે બની હતી. ભોલા સિંહ નામનો આ મુસાફર આગરા ફોર્ટથી લખનઉ જંક્શન જતી ઇન્ટરસિટી ટ્રેનના જર્નલ કોચમાં બેસી રહ્યો હતો. આ દરમિયાન તેનો પગ લપસી ગયો અને તે રેલવે ટ્રેક પર પડી ગયો. આસપાસના અન્ય મુસાફરો ગભરાઈ ગયા. જ્યારે ટ્રેન પસાર થઈ અને તેમણે માણસને જોયો ત્યારે તેઓએ રાહતનો શ્વાસ લીધો. વાયરલ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે આખી ટ્રેન વ્યક્તિની ઉપરથી પસાર થાય છે.

તે પ્લેટફોર્મના તળિયે અને ટ્રેક વચ્ચેની જગ્યામાંથી બહાર આવે છે અને હાથ જોડીને અભિવાદન કરે છે. એવું કહેવામાં આવ્યું હતું કે તે વ્યક્તિ ભરથાણાથી 56 કિલોમીટર દૂર આવેલા ઝિંઝક (કાનપુર દેહત) જઈ રહ્યો હતો. ચમત્કારિક રીતે તે બચી ગયો અને તેને ખાનગી ક્લિનિકમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેના ઘાની સારવાર કરવામાં આવી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર ઘણા યુઝર્સની કોમેન્ટ જોવા મળી રહી છે.

Shah Jina