લાંબી નદીના બ્રિજ ઉપર અચાનક જ અટકી ગઈ ટ્રેન, પછી રેલવે કર્મચારીએ જીવના જોખમે કર્યું એવું કામ કે.. વીડિયો જીતી રહ્યો છે સૌના દિલ, જુઓ

એક સામાન્ય ધારણા છે કે રેલવે નોકરીઓ રોજગારના સલામત ક્ષેત્રોમાંનું એક છે. પરંતુ કેટલીકવાર રેલવેની નોકરીઓ પણ જોખમી સાબિત થઈ શકે છે. રેલવે મંત્રાલયે સોમવારે તેના એક કર્મચારીનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં ટ્રેનને સરળતાથી ચલાવવા માટે બહાદુરી દર્શાવવામાં આવી છે.

આ ક્લિપ મંત્રાલયના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવી છે. જેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટ ગણેશ ઘોષને જોઈ શકાય છે, તેમણે ટ્રેનમાં એર લીક થવાની સમસ્યાને ઠીક કરી હતી, જેના પછી રેલવે બ્રિજમાં ફસાયેલી ટ્રેન આગળ વધી શકી હતી. વીડિયોમાં ગણેશ ઘોષ પુલ પર થોભેલી ટ્રેનની નીચે સાંકળી જગ્યામાં ક્રોલ કરતો જોવા મળે છે.

ટ્વિટર પર વીડિયો શેર કરતા રેલવે મંત્રાલયે એક કેપ્શન આપ્યું છે, જેમાં લખ્યું છે, ‘યાત્રીઓની સેવા અને સુરક્ષાને સમર્પિત. રેલવે સેવકો ચોવીસ કલાક તેમના મુસાફરોની સેવા કરવા માટે પ્રતિબદ્ધ છે. ALP ગણેશ ઘોષ દ્વારા હિંમતનું અનુકરણીય પ્રદર્શન, તેમણે પુલ પર રોકાયેલી ટ્રેનના ડબ્બા નીચે ક્રોલ કર્યું અને એર લિકેજની સમસ્યાને ઠીક કરી, જેણે મુસાફરીને ફરીથી આગળ વધારવામાં મદદ કરી. રેલવે કર્મચારીનો આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયો જોયા બાદ લોકો તેના જોરદાર વખાણ કરી રહ્યા છે.

રેલવે કર્મચારીઓની આવી બહાદુરીના ઘણા વીડિયો સામે આવતા રહે છે, થોડા દિવસ પહેલા જ એક વીડિયો પણ સામે આવ્યો હતો. જેમાં રેલવે પોલીસકર્મચારીએ એક મહિલાનો જીવ બચાવ્યો હતો. જયારે વૃદ્ધ મહિલા ટ્રેક પાર કરવાનો પ્રયત્ન કરી રહી હતી ત્યારે જ ટ્રેન આવી જતા પોલીસકર્મીએ મહિલાનો જીવ બચાવી લીધો હતો.

Niraj Patel