વાહનોથી ધમધમતા રસ્તા ઉપર આ ટ્રાફિક પોલીસકર્મી કરી રહ્યા છે એવું કામ કે જોઈને તમે પણ કરશો સલામ, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા ઉપર ટ્રાફિક પોલીસને લગતા ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, પરંતુ મોટાભાગના વીડિયોની અંદર ટ્રાફિક પોલીસ વાહન ચાલકોનું ચલણ કાપતા જ જોવા મળતા હોય છે. ઘણીવાર એવા પણ વીડિયો સામે આવે છે જેમાં ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ ઉમદા કામગીરી પણ કરવામાં આવી હોય. પરંતુ હાલ સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેને જોઈને તમે પણ ટ્રાફિક પોલીસકર્મીને સલામ જરૂર કરશો.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ નાનકડા વીડિયોમાં રસ્તા પર ઘણા બધા કાંકરા વિખરાયેલા જોઈ શકાય છે. રોડ ટ્રાફિકથી ધમધમી રહ્યો છે. આવા સંજોગોમાં ત્યાંથી પસાર થતા લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે એક ટ્રાફિક પોલીસકર્મી આ પથ્થરોને સાવરણાથી સાફ કરતો જોવા મળી રહ્યો છે.

ટ્રાફિક પોલીસના આ કામના દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા છે. ઘણા લોકો કોમેન્ટ કરી અને આ ટ્રાફિક પોલીસકર્મીની આ કામગીરીના વખાણ પણ કરી રહ્યા છે. વીડિયોની અંદર લખવામાં આવ્યું છે ટ્રાફિક પોલીસનું આ કામ દિલ જીતી ગયું, તો કેપશનમાં એમ પણ લખવામાં આવ્યું છે કે “જાહેર જગ્યામાં સ્વચ્છતા રાખવી આપણા સૌની નૈતિક ફરજ છે.”

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

મોટાભાગે લોકો જાહેર જગ્યા ઉપર જ કચરો નાખતા હોય છે જેના કારણે ઠેર ઠેર કચરાના ઢગલા પણ ઉભા થઇ જતા હોય છે. રસ્તા ઉપર કચરો નાખવાના કારણે લોકોને ચાલવામાં પણ મુસીબત થતી હોય છે. ત્યારે આવા સમયે ટ્રાફિક પોલીસકર્મીનો આ વીડિયો લોકોનું દિલ જીતી રહ્યો છે સાથે સાથે સમાજને એક ઉમદા મેસેજ પણ આપી રહ્યો છે.

Niraj Patel