દુઃખદ: રાષ્ટ્રપતિની ટ્રેન માટે પોલિસે રોક્યો હતો ટ્રાફિક, પાછળથી ફસાયેલી દર્દીનું મૃત્યુ થયું

VIP ક્લચર: રાષ્ટ્રપતિની ટ્રેન માટે રોકવામાં આવેલા ટ્રાફિકમાં ફસાઇને બીમાર મહિલાએ તોડ્યો દમ, યુપી પોલિસે શું કર્યું? જાણો વિગત

ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મહિલા વિંગ ચેરપર્સન, વંદના મિશ્રાની ગયા શુક્રવારે જ મોત થઇ ગઇ. વંદનાની મોત કોરોનાની કોમ્પલીકેશનને કારણે થઇ હતી. કાનપુર પોલિસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના કાફલા માટે ટ્રાફિક ડાયવર્ટ કર્યો હતો. ટ્રાફિક જામમાં ફસાયેલી વંદનાની તબિયત બગડી હતી અને હોસ્પિટલ પહોંચવામાં મોડુ થવાને કારણે તેમની મોત થઇ ગઇ.

કાનપુર નગર પોલિસ કમિશનરે ટ્વીટ કરી આ ઘટના પર શોક જતાવ્યો હતો. પોલિસે ભવિષ્યમાં રૂટ વ્યવસ્થા આવી ન હોવાનું આશ્વાશન પણ આપ્યુ છે.

આ ઉપરાંત તેમના દ્વારા એક અન્ય ટ્વીટ કરવામાં આવી હતી. તેમાં જાણકારી આપવામાં આવી કે વંદનાના નિધન પર રાષ્ટ્રપતિએ પોલિસ આયુક્ત અને જિલ્લાધિકારીને બોલાવીને મામલાની જાણકારી લીધી અને શોકાકુલ પરિવાર સુધી સંદેશ પહોંચાડવાનુ કહ્યુ.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની રિપોર્ટ અનુસાર, સબ ઇન્સ્પેક્ટર સુશીલ કુમાર 3 હેડ કોન્સ્ટેબલને નિલંબિત કરી દેવામાં આવ્યા છે. એક એડિશનલ ડેપ્યુટી કમિશનર, સાઉથને મામલાની તપાસ કરી કમિશનરને રિપોર્ટ જમા કરાવવાનો આદેશ આપ્યો છે.

જો રાષ્ટ્રપતિની મુલાકાત કે કોઇ VIP મૂવમેન્ટ વચ્ચે આવી કોઇ પણ પરિસ્થિતિ બને છે, જેમાં એમ્બ્યુલન્સનો રસ્તો રોકાઇ રહ્યો છે તો સંબંધિત વ્યક્તિ 6389304141, 6389304242 અને 9454405155 નંબર પર ફોન કરી સ્થિતિ જણાવી શકે છે.તેમના માટે તાત્કાલિક રસ્તો ખાલી કરવામાં આવશે કે પછી કોઇ અન્ય વિકલ્પ તૈયાર કરવામાં આવશે.

Shah Jina