લો બોલો… નવસારીમાં કચરો લેવા આવતા ટ્રેક્ટરનું ટાયર જ થઇ ગયું ગાયબ, છતાં ચાલતું રહ્યું, વીડિયો વાયરલ થતા જ મચી ગયો હોબાળો, જુઓ

કરોડો રૂપિયા ટેક્સ વસુલતી નગર પાલિકાઓ પાસે આવી આશા નહોતી, નવસારીમાં ટાયર વગર જ ચાલતું જોવા મળ્યું ટ્રેકટર, અકસ્માત ઘટે તો કોણ જવાબદાર ? જુઓ વીડિયો

The tractor ran without tires navsari : સોશિયલ મીડિયામાં રોજ અલગ અલગ વિષયને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયોની અંદર કેટલીક એવી ઘટનાઓ સામે આવે ચેહ જેને જોઈને લોકો હેરાન રહી જાય છે. ઘણા વીડિયોમાં તંત્રનો પોલ પણ ખુલ્લી પડતી જોવા મળતી હોય છે. ત્યારે હાલ આવો જ એક વીડિયો નવસારીથી સામે આવ્યો છે, જેમાં ઘરે ઘરે જઈને કચરો ઉઘરાવવા માટે આવતા ટ્રેકટરનું એક ટાયર જ નહોતું, અને તે છતાં ચાલક તેને રસ્તા પર ચલાવી રહ્યો હતો.

એક ટાયર વગર ચાલ્યું ટ્રેકટર :

સોશિયલ મીડિયામાં વાયરલ થતા વીડિયોમાં જોઈ શકાય છે કે નવસારી નગર પાલિકાનું કચરો લેવા માટેનું ટ્રેકટર સામેથી આવી રહ્યું છે, ટ્રેકટરની અંદર 3 લોકો પણ બેઠેલા જોવા મળી રહ્યા છે જેમાંથી એક ડ્રાઈવર છે. જયારે નજર ટ્રેકટરના આગળના વ્હીલ પર પડે છે ત્યારે સૌ કોઈ હેરાન રહી જાય છે. કારણ કે ટ્રેકટરનું આગળનું વ્હીલ જ નથી હોતું. આ જોઈને સૌને આશ્ચર્ય પણ થાય છે અને તેનો વીડિયો હવે અલગ અલગ સોશિયલ મીડિયામાં જોર શોરથી વાયરલ થઇ રહ્યો છે.

વીડિયો થયો વાયરલ :

વીડિયો વાયરલ થતા જ લોકોની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. લોકોનું કહેવું છે કે આ દરમિયાન જો કોઈ દુર્ઘટના ઘટે તો તેના માટે જવાબદાર કોણે ગણવા ? પાલિકામાં દર વર્ષે કરોડો રૂપિયાના વેરા ઉઘરાવવામાં આવતા હોય છે, પરંતુ સુવિધાના નામે મીંડું જોવા મળી રહ્યું છે. રસ્તા પર ચાલી રહેલું આ ખખડધજ ટ્રેકટર અને તેમાં પણ ટાયર વિનાનું હવે ચર્ચાનો વિષય પણ બની રહ્યું છે.

લોકો આપી રહ્યા છે પ્રતિક્રિયાઓ :

આ મામલે મીડિયાએ જયારે મોટર ગેરેજ સમિતિના ચેરમેન વિજય રાઠોડ સાથે પુછપરછ કરી તો તેમને જણાવ્યું હતું કે આ વાયરલ થઇ રહેલા વીડિયો વિશે તેમને કઈ ખબર નથી. આ ઉપરાંત તેમને એમ પણ જણાવ્યું કે મોટર ગેરેજ વિભાગના કોઈ ઠેકાણા નથી હજુ સુધી મને કંઈ આ વિભાગની ખબર નથી અને વીડિયો વિશે પણ મને ખ્યાલ નથી જોવડાવી લઉં છું. ત્યારે હવે આ વાયરલ વીડિયો પર લોકો અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

Niraj Patel