આ વ્યક્તિએ દેશી જુગાડ કરીને ટ્રેનના પાટા પર સડસડાટ દોડાવી દીધું ટ્રેકટર, જુઓ મજેદાર વીડિયો

આજ કાલ દરેક કોઈ જુગાડ ટેક્નોલોજીનો ઉપયોગ કરવા માંગતા હોય છે. ઘણા લોકો તો જુગાડથી એવી એવી વસ્તુઓ બનાવી દેતા હોય છે જેને જોઈને દુનિયા દંગ રહી જતી હોય છે. સોશિયલ મીડિયા પર પણ જુગાડના ઘણા વીડિયો શેર થતા રહેતા હોય છે. ભારતના લોકો જુગાડમાં ખુબ નિષ્ણાત માનવામાં આવે છે.

ભારતીયોને લઈને એક કહેવત પણ ખુબ કહેવામાં આવે છે કે ભારતના લોકોથી વધારે જુગાડુ દુનિયામાં કોઈ નથી હોતું. આ દિવસોમાં એક જોરદાર ધાંસુ જુગાડવાળો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક વ્યક્તિએ દુનિયાનું સૌથી જોરદાર કમાલ કરીને બતાવ્યું છે. આજના સમયમાં દેશી જુગાડની તો બોલબાલ છે. તેવો જ એક દેશી જુગાડનો વીડિયો લોકોની વચ્ચે ધમાલ મચાવી રહ્યો છે. કેમકે એક વ્યક્તિએ જુગાડ કરીને ટ્રેનના પાટા પર ટ્રેકટર દોડાવ્યું હતું.

આજ સુધી તમે જુગાડના ઘણા મામલા જોયા હશે પરંતુ આ વીડિયોમાં એક વ્યક્તિએ તો કમાલ કરી દીધો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે રેલવેના પાટા પર એક વ્યક્તિ ટ્રેકટર દોડાવી રહ્યો છે. પહેલા તો એવું લાગતું હતું કે ટ્રેકટર પાટાની વચ્ચેથી જઈ રહ્યું છે પરંતુ જયારે ધ્યાન જોશો તો તે રેલવેની લાઈન પર દોડતું દેખાશે.

 

View this post on Instagram

 

A post shared by akshatkumar (@akshatkumar1601)

ટ્રેકટરની પાછળ ટ્રોલી પણ લાગેલી હતી જેમાં પથ્થર ભરેલા હતા. ટ્રેકટરને આવી રીતે રેલવેના પાટા પર દોડતા જોઈ તમે પણ કન્ફ્યુઝ થઇ ગયા હશો કે આવું કેવી રીતે થઇ શકે છે ? જોકે આ વ્યક્તિએ ટ્રેકટરમાં નોર્મલ ટાયરના બદલે રેલવેના પૈડાં લગાવી દીધા હતા જેના કારણે ટ્રેકટર આરામથી રેલવેના પાટા પર દોડી રહ્યું હતું. આ મજેદાર વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર ‘akshatkumar1601’ નામના એક યુઝરે શેર કર્યો છે. લોકોને આ વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે અને આ વીડિયોને લોકો વારંવાર જોઈ રહ્યા છે.

Patel Meet