ખબર

ગુજરાતીઓ કોરોનાનું ભાન ભૂલ્યા…છેલ્લા 24 કલાકમાં જ નવા કેસો અધધધ

જ્યારથી ભારતમાં અનલોકનો તબક્કો શરુ થયો છે ત્યારથી સમગ્ર ભારતમાં કોરોના નો રાફડો ફાટ્યો છે અને હવે ગુજરાતમાં પણ કેસોની એવરેજ 500ને પાર નોંધાઈ રહ્યા છે. આજે નોંધાયેલા કેસો વિશે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં વધુ 514 કેસ નોંધાયા હતા અને 28 દર્દીઓનાં મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે 339 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં કોવિડ 19નો કુલ આંક 24104 થયો છે. જ્યારે મોતનો કુલ આંક 1506 થયો છે. અને ડિસ્ચાર્જનો કુલ આંક 16672 થયો છે.ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 327 કેસ નોંધાયા છે તો સુરતમાં 64 ન્યુ કેસો નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 339 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે.

Image source

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં નોંધાયેલા કોવિડ 19 ની કેસો વિશે જાણીએ તો અમદાવાદ ૩૨૭, સુરત ૬૪, વડોદરા ૪૪, ગાંધીનગર ૧૫, જામનગર ૯, ભરૂચ ૯, રાજકોટ ૮ પંચમહાલ, ૭, સાબરકાંઠા ૪, જુનાગઢ ૪, પાટણ ૩, સુરેન્દ્રનગર ૩, મહેસાણા ૨, અરવલ્લી ૨, બનાસકાંઠા ૧,, વલસાડ ૨, આણંદ ૧, કચ્છ ૧, ખેડા ૧, બોટાદ-નવસારી-નર્મદા-અમરેલી એક એક અન્ય રાજ્યમાં ૩ કેસ નોંધાયા હતા.

આપણા રાજ્યમાં હાલમાં 5926 એક્ટિવ કેસો છે. જેમાંથી 71 દર્દીઓની હાલત સિરિયસ છે. અને 5855 દર્દીઓની હાલત સ્થિર છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 23, સુરતમાં 4 અને અરવલ્લીમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું હતું.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.