Video: સાંધાના દુઃખાવાના કારણે ચાલી નહોતો શકતો આ કાચબો, પછી કર્યો શાનદાર જુગાડ, જુઓ વીડિયો

દુનિયાભરમાં તમને પ્રાણીપ્રેમીઓ મળી આવશે. જે પોતાના ઘરે પ્રાણીઓને પાળતા હોય છે અને તેમને ખુબ જ પ્રેમ પણ કરતા હોય છે. ઘણા લોકો કાચબાને પણ પાળે છે. કાચબો એક દુલર્ભ પ્રજાતિનો જીવ છે. તેની ઉંમર પણ ખુબ જ વધારે હોય છે.

એક કાચબો લગભગ 300 વર્ષ સુધી જીવતો રહી શકે છે. હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક કાચબો જોવા મળી રહ્યો છે. એ કાચબાનું વજન લગભગ 100 કિલોની આસપાસ છે.આ કાચબાના સાંધામાં દુખાવો રહે છે. જેના કારણે તેને ચાલવામાં ખુબ જ મુશ્કેલીનો પણ સામનો કરવો પડે છે. પરંતુ તેના માટે એક શાનદાર જુગાડ કરવામાં આવ્યો છે અને તેના લીધે તે ચાલી પણ શકે છે.

આ કાચબાનું નામ છે Helmuth. આ એક આફ્રિકન મેલ કાચબો છે. ZOOM Erlebniswelt Gelsenkirchen zoological adventure world દ્વારા તેનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોની અંદર જોઈ શકાય છે કે કેવી રીતે કાચબો ધીરે ધીરે ચાલી રહ્યો છે. તેના આગળના પગ પણ થોડા વળેલા છે. તેની નીચે એક સ્કેટબોર્ડ લગાવવામાં આવ્યું છે.

જેના દ્વારા તે ચાલી શકે છે. આ બધું એટલા માટે કરવામાં આવ્યું છે કે આ કાચબાના પગ બચી શકે. નહીં તો તે પોતાનું આટલું બધું વજન પોતાના પગ ઉપર ના ઉઠાવી શકે. તેની માંશપેશીઓ વધારે કમજોર થઇ શકે છે.

Niraj Patel