નેહા કક્કરના ભાઈએ ખરીદી અધધધધ મોંઘી લેન્ડ રોવર કાર, પરિવાર સાથે મનાવ્યો જશ્ન

નેહા કક્કરના ભાઈની અધધધધ મોંઘી લેન્ડ રોવર કાર જોઈને નેહું હરખાઈ ગઈ, ભાવ સાંભળીને કાન ફફડી જશે તમારા

બોલીવુડ અને પોલીવુડના ફેમસ સિંગર અને સિંગર નેહા કક્કડના ભાઈ ટોની કક્ક્ડને આજે ઘરે ઘરે જાણવામાં આવે છે.ટોની કક્ક્ડ અત્યાર સુધીમાં ઘણા હિટ સોન્ગ્સ આપી ચુક્યો છે. નેહાની જેમ ટોની પણ સંગીત દુનિયામાં પોતાની આગવી ઓળખ બનાવવામાં કામિયાબ રહ્યો છે. એ વાત દરેક કોઈ જાણે જ છે કે આજે તેઓ જ્યાં પણ છે ત્યાં સુધી પહોંચવા માટે કક્ક્ડ પરિવારે ખુબ મહેનત કરી છે.

નેહા કક્કડથી લઈને ટોની અને બહેન સોનુ કક્કડે પણ પોતાના મધુર અવાજથી લોકોનું દિલ જીત્યું છે. આજે ત્રણેય ભાઈ બહેન સંગીતની દુનિયામાં સક્રિય છે અને ઇન્ડસ્ટ્રીમાં અનેક હિટ સોન્ગ્સ આપી ચુક્યો છે. એવામાં તાજેતરમાં જ ટોની કક્કડે નવી ગાડી ખરીદી છે જેની તસવીરો ટોનીએ પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કરી છે.

ટોનીએ Land Rover Defender ગાડી પોતાને જ ગિફ્ટ આપી છે જેની કિંમત 81 લાખ જણાવવામાં આવી રહી છે. આ ખુશખબર ટોનીએ ઇન્સ્ટા પર તસવીરો શેર કરીને ચાહકોને આપી છે. તસવીરોમાં દેખાઈ રહ્યું છે કે ટોનીએ બ્લેક રંગની ગાડી ખરીદી છે અને તે નવી ગાડી સામે ઊભીને પોઝ આપી રહ્યો છે. ટોનીએ નવી ગાડીની ઉજવણી પરિવાર સાથે કરી હતી. તસ્વીરોમાં ટોનીની બહેન નેહા કક્ક્ડ, નેહાનો પતિ રોહન અને પરિવારના અન્ય સભ્યો પણ દેખાઈ રહ્યા છે.

લગ્ઝરી ગાડીના માલિક બનવા પર ટોનિના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાઈ રહી છે. એક તસવીરમાં ટોની હાથમાં નવી ગાડીની ચાવી લઈને પોઝ આપી રહ્યો છે. જ્યારે અન્ય એક તસવીરમાં ગાડીને બલૂન્સથી સજાવી છે અને દરેકે ગાડીમાં ઉભા રહીને પોઝ આપ્યા છે.જણાવી દઈએ કે Land Rover Defender એસયુવીની કિંમત 80.72 લાખ રૂપિયાથી 1.22 કરોડ રૂપિયાની વચ્ચે છે.આ ગાડી બે બોડી સ્ટાઇલ 90 અને 110માં ઉપલબ્ધ છે.

ટોની કક્કડે પણ બહેન નેહાની જેમ આ મુકામ સુધી પહોંચવા માટે ખુબ સંઘર્ષ કર્યો હતો. જણાવી દઈએ કે એક સમયે નેહા ભાઈ ટોની અને બહેન સોનુ કક્ક્ડ સાથે માતાજીના જાગરણમાં ભજનો ગાતા હતા, અને આજે ફેમસ સિંગર બની ચુક્યા છે.ટોની કક્ક્ડ પોતાના હિટ સોન્ગ્સ જેવા કે કોકા કોલા, ધીમે ધીમે, કાંટા લગા, સોના સોના વગેરે જેવા સોન્ગ્સથી ફેમસ બન્યો હતો.

Krishna Patel