રિક્ષાએ લીધો વળાંક તો માતાના ખોળામાં બેઠેલું બાળક ટ્રાફિકથી ધમધમતા રસ્તા ઉપર પડ્યું, પાછળથી આવી રહી હતી બસ.. પછી જુઓ વીડિયો

દેશભરમાં અકસ્માતની ઘણી ઘટનાઓ રોજ બરોજ સામે આવી રહી છે, ઘણી ઘટનાઓ કેમેરામાં પણ લાઈવ કેદ થઇ જતી હોય છે જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે અને તેને જોઈને આપણા પણ રૂંવાડા ઉભા થઇ જતા હોય છે. ઘણીવાર એવા વીડિયો પણ સામે આવે છે જેમાં કોઈ વ્યક્તિને મોતના મુખમાંથી કોઈ વ્યક્તિ બચાવીને લઇ આવતો હોય છે. હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં એક એલર્ટ ટ્રાફિક પોલીસકર્મી એક બાળકનો જીવ બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકતો જોવા મળે છે. તેણે બસની સામે કૂદીને બાળકને બચાવવાનો પૂરો પ્રયાસ કર્યો. ઘટનાના સીસીટીવી વીડિયોમાં સુંદર લાલ નામના કોન્સ્ટેબલને ટ્રાફિક કંટ્રોલ કરતા જોઈ શકાય છે. ત્યારે ત્યાંથી પસાર થતી રિક્ષામાંથી એક બાળક લપસીને નીચે રોડ પર પડી ગયું હતું.

તેની પાછળથી તે જ દિશામાં એક મોટી બસ આવી રહી હતી, પરંતુ તે પહેલા ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલે કૂદીને બાળકને બસની આગળથી હટાવી દીધું હતું. વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસ તરત જ બાળકને બચાવવા દોડી ગયો અને તેને તેની માતાને સોંપી દીધો. આ ઘટનાનો વીડિયો IAS ઓફિસર અવનીશ શરણ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો જેમાં કેપ્શન લખ્યું હતું કે, ‘ટ્રાફિક પોલીસ જવાન સુંદર લાલ.’

ટ્રાફિક પોલીસની ઝડપી વિચારસરણી અને બાળકને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મુકીને નેટીઝન્સ પ્રભાવિત થયા હતા. લોકોએ ઈ-રિક્ષા ચાલકની ટીકા કરી હતી અને સમયસર વાહન રોકવા બદલ બસ ડ્રાઈવરની પણ પ્રશંસા કરી હતી. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું, ‘જુઓ કેવી રીતે ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ બાળકને સંભવિત અકસ્માતથી બચાવે છે. અમારો સમય બચાવવા કલાકો સુધી રસ્તાઓ પર ઉભા રહીને મહેનત કરનારા તમામ લોકોને સલામ.

Niraj Patel