તારક મહેતાની જૂની સોનુ થઇ બોડી શેમિંગનો શિકાર, આ કારણે સાંભળવી પડી તેને ખરીખોટી, જુઓ વીડિયો

મોટા મોટા દાંત-પાતળા અને લાંબા હોવાનો લીધે…જુઓ

છેલ્લા 13 વર્ષથી દર્શકોનું એકધાર્યું મનોરંજન કરાવી રહેલા શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં”ની સ્ટારકાસ્ટ ઘણી જ લાંબી છે, અને આ શોના દરેક પાત્રો દર્શકોનું દિલ જીતવામાં સફળ રહ્યા છે. તે ભલે આજે આ શોની અંદરથી વિદાય લઇ ચુક્યા હોય પરંતુ આ શોના કારણે જ તે આગવી ઓળખ બનવાની ગયા છે અને આજે પણ દર્શકો તેમને અનુસરતા હોય છે.

એવું જ એક પાત્ર હતું ટપુ સેનાની પ્રમુખ સદસ્ય સોનુનું. જેને એક સમયે અભિનેત્રી ઝીલ મહેતાએ નિભાવ્યું હતું. ઝીલ સોશિયલ મીડિયામાં પણ સતત એક્ટિવ રહે છે અને તે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકો સાથે જોડાવવા માટે પોતાના વીડિયો અને તસવીરો પણ શેર કરતી રહે છે.

હાલમાં ઝીલ મહેતાએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે પોતાના શરીર વિશે ખરાબ કોમેન્ટો થતી બતાવી છે. ઝીલ દ્વારા ઇન્સ્ટાગ્રામ ઉપર કહેવામાં આવ્યું છે કે તે બહુ જ પાતળી અને બહુ લાંબી નથી. એટલું જ નહિ આ ઉપરાંત તેને ઘણું બધું પોતાના આ વીડિયોની અંદર જણાવ્યું છે.

આ વીડિયોની અંદર આગળ જોઈ શકાય છે કે લોકોએ તેના દાંતના આકાર વિશે પણ કોમેન્ટ કરી છે અને મેકઅપ ઉપર પણ કોમેન્ટ કરી છે. તો કેટલાક તેને તેના ખીલને સરખા કરવાની પણ સલાહ આપી છે. રીલની શરૂઆતના ભાગમાં ઝીલને ઓફ શોલ્ડર ટોપ પહેરેલું જોઈ શકાય છે. બીજી ક્લિપમાં તે લાપરવાહી ભરેલા કપડાં પહેરેલી જોઈ શકાય છે. પોતાના મેકઅપ વગરની ત્વચા અને હકીકત સાથે લઈને બતાવતી જોવા મળી રહી છે.

આ સાથે જ ઝીલ દ્વારા ચાહકો માટે એક નોટ પણ લખી છે જેમાં તેને લખ્યું છે કે, “જો તમે લોકો આ કેપશન વાંચી શકો છો તો જાઓ અને તમારા મિત્રોને જણાવો કે તે ખુબ જ સુંદર છે. સ્માર્ટ અને સારા છે. મને પૂરો વિશ્વાસ છે કે તે તમને જરૂર સારા કહેશે.

 

View this post on Instagram

 

A post shared by Jheel Mehta (@jheelmehta_)


તમને જાણવી દઈએ કે તારક મહેતામાં હાલ સોનુનું પાત્ર પલક સિંધવાની નિભાવી રહી છે. તેના પહેલા સોનુના રોલમાં નિધિ ભાનુશાલી જોવા મળી હતી. શોમાં અત્યાર સુધી ત્રણ કલાકાર સોનુના પાત્રમાં જોવા મળી ચુક્યા છે.

Niraj Patel