તારક મહેતાના નવા નટુકાકાની વાયરલ થઇ રહેલી તસવીર પાછળ શું હકીકત છે ? આ વ્યક્તિ કોણ છે એ જાણીને જ હેરાન રહી જશો

નવા નટુકાકાની આ વાઇરલ થયેલી તસવીરની સચ્ચાઈ શું છે? જાણીને હોંશ ઉડી જશે

દર્શકોનું ભરપૂર મનોરંજન કરાવી રહેલા શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજે 13 વર્ષ બાદ પણ દર્શકોની પહેલી પસંદ છે. આ શોની સાથે સાથે તેમાં કામ કરી રહેલા તમામ કલાકારોને પણ દર્શકો ખુબ જ પસંદ કરે છે. થોડા સમય પહેલા જ આ શોનું એક પાત્ર નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયક આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહીને ચાલ્યું ગયું હતું, જેના બાદ નટુકાકાની જગ્યા કોણ લેશે તેના વિશેની ચર્ચાઓ સતત ચાલુ હતી.

થોડા દિવસથી સોશિયલ મીડિયામાં એ ચર્ચા ચાલુ હતી કે તારક મહેતાની ટીમ દ્વારા નવા નટુકાકાની પસંદગી કરી લેવામાં આવી છે. જેમની એક તસવીર પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી હતી. નટુકાકાની આ તસવીરને ઇન્સ્ટાગ્રામ ઉપર એક ફેન પેજ દ્વારા શેર કરવામાં આવી હતી, જેના બાદ આ તસવીર ખુબ જ વાયરલ થઇ ગઈ હતી.

ત્યારે આ બાબતે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં શોના પ્રોડ્યુસર અસિત મોદીએ કહ્યું હતું, “સૌ પહેલા હું દર્શકોને વિનંતી કરું છું કે તેઓ સો.મીડિયામાં થતી આવી ચર્ચા પર વિશ્વાસ ના કરે. આ પ્રકારની અફવાઓને કારણે અમે મુશ્કેલીમાં મુકાઈ જઈએ છીએ. અમે નટુકાકાના પાત્ર માટે કોઈ કલાકારને ફાઇનલ કર્યો નથી.”

તેમને આગળ એમ પણ જણાવ્યું કે “અમે હજી સુધી ઓડિશન પણ શરૂ કર્યાં નથી. નટુકાકાનું પાત્ર આ શોનું મહત્ત્વનું પાત્ર છે. તો કોઈ ને કોઈ કલાકાર ઘનશ્યામજીના સ્થાને આવશે. જોકે અમે આ પાત્ર પર ફોકસ કર્યું નથી. ઘનશ્યામજીએ આ શોને 14 વર્ષ આપ્યાં હતાં. તેમણે પોતાના પાત્રમાં જીવ રેડી દીધો હતો. તેમને રિપ્લેસ કરવા સરળ નથી. અમારા માટે આ બહુ જ મુશ્કેલ છે.”

અસિત મોદીએ વધુમાં કહ્યું હતું, “સાચું કહું તો કેટલાક લોકો ઘણા જ અસંવેદનશીલ હોય છે. જે દિવસે ઘનશ્યામજીનું મોત થયું હતું એ જ દિવસે કેટલાક લોકોએ મેસેજ કરીને તેમને કાસ્ટ કરવાની વાત કહી હતી. એ સમયે મને આઘાત લાગ્યો હતો. અમારા પરિવારનો એક સભ્ય અમને છોડીને જતો રહ્યો છે અને આ લોકોને નટુકાકાનું પાત્ર ભજવવાની ઉતાવળ છે. મેં તમામ મેસેજને ઇગ્નોર કર્યા હતા. સમયની સાથે અમે નિર્ણય કરીશું કે કયો એક્ટર આ પાત્ર ભજવશે. જ્યારે પણ અમે કોઈ કલાકાર નક્કી કરીશું ત્યારે દર્શકોને આની જાણ કરવામાં આવશે.”

નવાઈની વાત એ છે કે જે વ્યક્તિની તસવીર વાઇરલ થઈ છે તે બીજું કોઈ નહીં, પરંતુ ગડા ઇલેક્ટ્રોનિક્સના અસલી માલિક છે. શોમાં બતાવ્યા પ્રમાણે, લીડ પાત્ર જેઠલાલ ગડા ઇલેક્ટ્રોનિક્સના માલિક છે. આ દુકાન કોઈ શૂટિંગનો સેટ નથી, પરંતુ રિયલમાં ઇલેક્ટ્રોનિકની દુકાન છે.

 

View this post on Instagram

 

A post shared by | | ™ (@jehtho)

દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં શોરૂમના માલિક શેખર ગડિયારે કહ્યું હતું, ‘સો.મીડિયામાં લાઇક્સ વધારવા માટે કેટલાક લોકો ખોટા સમાચાર લખતા હોય છે. નટુકાકાના રિપ્લેસમેન્ટની વાત પણ આમાંની જ એક છે. જે તસવીર વાઇરલ થઈ છે તે મારા પિતાની છે. તે આ દુકાનના અસલી માલિક છે. મારા કોઈ વીડિયોમાં તેમની એક ઝલક હતી. કોઈએ સ્ક્રીનશોટ લઈને નવા નટુકાકા કહીને તસવીર વાઇરલ કરી હતી.’
(સૌજન્ય: “દિવ્ય ભાસ્કર”)

Niraj Patel