અરે બાપ રે, “કોઈ મિલ ગયા” ફિલ્મનો જાદુ છે દયા બેનનો સંબંધી ? તારક મહેતામાં પણ કરી ચુક્યો છે કામ, જુઓ વીડિયો

દર્શકો વચ્ચે પોતાની આગવી નામના બનાવી ચુકેલો શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” આજે દરેક ઘરની પહેલી પસંદ છે. આ શો છેલ્લા 12 વર્ષ કરતા પણ વધુ સમયથી દર્શકોનું મનોરંજન કરાવી રહ્યો છે. ત્યારે આ શોના પાત્રો પણ દર્શકોની પહેલી પસંદ બન્યા છે. ઘણા કલાકારો એવા પણ છે જેમેણે આ ધારાવાહિકમાં માત્ર કીમિયો રોલ કર્યો હોવા છતાં પણ ખુબ જ નામના મેળવી ચુક્યા છે, પરંતુ આજે અમે તમને એક એવા પાત્ર વિશે જણાવીશું જેના વિશે જાણીને તમારા હોશ ઉડી જશે.

થોડા વર્ષો પહેલા આવી ફિલ્મ “કોઈ મિલ ગયા” મોટાભાગના લોકોએ જોઈ હશે. આ ફિલ્મની અંદર બતાવવામાં આવેલા “જાદુ”એ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ત્યારે એ સમયે પણ લોકો જાણવા માંગતા હતા કે આ જાદુનું પાત્ર ક્યાં અભિનેતા દ્વારા ભજવવામાં આવ્યું છે. ત્યારે જાણવા મળ્યું હતું કે આ પાત્રને અભિનેતા “ઇન્દ્રવદન પુરોહિત દ્વારા નિભાવવામાં આવ્યું હતું. જે એક ગુજરાતી કલાકાર છે.

પરંતુ ચોંકાવનારી હકીકત તો એ છે કે ઇન્દ્રવદન પુરોહિત તારક મહેતામાં દયાબેનનું પાત્ર નિભાવી ચૂકેલા અભિનેત્રી દિશા વાંકાણીના સંબંધી તારક મહેતાના એક એપિસોડમાં કીમિયો રોલ પણ પ્લે કર્યો છે. જે એપિસોડનો વીડિયો પણ હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયામાં જે એપિસોડનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમે કોઈ મિલ ગયામાં જાદુનું પાત્ર નિભાવી ચૂકેલા ઇન્દ્રવદન પુરોહિત દયાબેનના “જીવા કાકા” બનીને નજર આવ્યા હતા. જેનાથી સ્પષ્ટ થઇ રહ્યું છે કે ઇન્દ્રવદન પુરોહિત અને દયાબેનનો રીલ સંબંધ છે.

તારક મહેતાના એક એપિસોડની નાદાર દયાબેનનો ભાઈ સુંદરલાલ જેઠાલાલના ઘરે “શ્રી સાઈ ભક્ત મંડળ”ની મંડળી લઈને આવે છે. આ મંડળીમાં દયાબેનના બધા જ સંબંધીઓ આવે છે. જેમાં એક જાદુ એટલે કે ઇન્દ્રવદન પુરોહિત પણ હોય છે. હવે ઘણા વર્ષો બાદ આ એપિસોડનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel