હવે થશે નવા દયાભાભીની એન્ટ્રી? જુઓ વીડિયો
“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો છેલ્લા 13 વર્ષથી દર્શકોનું ભરપૂર મનોરંજન કરી રહ્યો છે. આ શોએ થોડા સમય પહેલા જ તેના 3 હજાર એપિસોડ પૂરા કર્યા છે. શોના કલાકારો તેમના મજાકિયા અંદાજ માટે જાણિતા છે અને તેમાંનુ જ એક લોકપ્રિય પાત્ર છે દયાભાભી, જે છેલ્લા કેટલાક સમયથી આ શોથી દૂર છે.
દયાભાભીને આજે પણ ચાહકો મિસ કરી રહ્યા છે અને શોમાં તેમની વાપસીની રાહ જોઇ રહ્યા છે. ઘણીવાર એવી અફવા સામે આવી છે કે દયાભાભી ઉર્ફે દિશા વાકાણી શોમાં પરત ફરી રહી છે પરંતુ તેઓ હજી સુધી આ શોમાં પરત ફર્યા નથી.
હાલમાં જ એક સ્કૂલ ગર્લનો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે એકદમ મસ્તી ભરેલા અંદાજમાં દયાબેનની નકલ ઉતારી રહી છે. જેની અક્ટિંગ જોઇ આજુબાજુમાં ઊભેલી તેની મિત્ર પણ હસવા લાગે છે.
આ યુવતિ જેઠાલાલ વિશે વાત કરી રહી છે અને તે કહી રહી છે કે તે શુ કરે છે ખબર છે, આવી રીતે પાપડ લે છેે અને તેમાં ટામેટુ, કોથમીર, ગરમ મસાલો અને કયારેક તો જલજીરા પણ મંગાવે છે મારા પાસે, પછી તે તેના પર થોડુ દહી નાખે અને પછી ગપાગપ ગપાગપ ખાય છે.
તે આગળ એક્ટિગ કરતા કહે છે કે, લો બોલો ના કહી છે કે તળેલુ ખાઓ પરંતુ મારી સાંભળે કોન છે. આ વીડિયો પર લોકો ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે અને આ છોકરીની પ્રશંસા કરી રહ્યા છે. આ વીડિયો પર એક યુઝરે કમેન્ટ કરી લખ્યુ કે, કેટલું સરસ બોલી રહી છે, મેકર્સને બોલો કે તેની પોસ્ટ પર આને નોકરી આપી દે.
તમને જણાવી દઇએ કે, ઘણા સમયથી દિશા વાકાણી શોથી દૂર છે. તે હાલ તેમના પરિવાર સાથે સમય વીતાવી રહી છે. તેમની પાછા આવવાની પણ અટકળો લગાવવામાં આવી રહી છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર મેકર્સ દયાબેન માટે કોઇ અભિનેત્રીને એપ્રોચ કરી ચૂક્યા છે.