‘મારા બસની નથી રાજનીતિ’ કહી આ ખૂબસુરત મહિલા સાંસદે આપ્યુ રાજીનામું, કરોડોની પ્રોપર્ટી સહિત લાખોના ઘરેણા અને 2 કારની માલકિન
આગામી લોકસભા ચૂંટણી પહેલા તૃણમૂલ કોંગ્રેસ (TMC)નેતા મિમી ચક્રવર્તીએ જાદવપુર નિર્વાચન ક્ષેત્રથી સાંસદના રૂપમાં રાજીનામુ આપી દીધુ છે. તેણે વર્ષ 2019માં ચૂંટણી જીતી હતી. મિમી 15 ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી મમતા બેનર્જીને મળવા રાજ્ય વિધાનસભા પહોંચી હતી અને તેણે રાજીનામુ સોંપ્યુ છે. રાજીનામુ આપ્યા બાદ મિમીએ મીડિયાને કહ્યુ- આજે હું પાર્ટી સુપ્રીમોને મળી, મેં 13 ફેબ્રુઆરીએ મારુ રાજીનામુ સોંપી દીધુ હતુ. હું સમજી ગઇ છું કે રાજનીતિ મારા બસની વાત નથી.
TMC સાંસદ મિમી ચક્રવર્તીએ મમતા બેનર્જીને સોંપ્યુ રાજીનામું
એ પૂછવા પર કે તેણે રાજીનામુ નિયમો મુજબ લોકસભા અધ્યક્ષને નહિ પણ મમતા બેનર્જીને કેમ આપ્યુ તો આના જવાબમાં મિમીએ કહ્યુ- એકવાર મને TMCથી મંજૂરી મળી જશે તો હું અધ્યક્ષને સોંપી દઇશ. એવું કહેવાઇ રહ્યુ છે કે મમતા બેનર્જી દ્વારા તેનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું નથી. કેટલાક રીપોર્ટ્સ અનુસાર, મિમીનું કહેવું છે કે પાર્ટીના સ્થાનિક નેતાઓ સાથે મતભેદને કારણે તે આ નિર્ણય લઈ રહી છે.
ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવે છે
ગુરુવારે 15 ફેબ્રુઆરીએ મિમી મમતા બેનર્જીને મળવા રાજભવન પહોંચી હતી. જ્યાં મમતાએ તેને આશ્વાસન આપ્યું કે તે મુદ્દાઓ પર ધ્યાન આપશે. મિમી કહે છે- મેં જાદવપુર માટે સપનું જોયું હતું, પરંતુ મારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે કોઈ વ્યક્તિ ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવે છે, ત્યારે તે કામ કરતો નથી તેવું કહીને તેને બદનામ કરવું ખૂબ જ સરળ છે.
ઘણા લોકોને મારું સાંસદ બનવું પસંદ નથી
મને રાજનીતિની બારીકાઈઓ સમજાતી નથી. જ્યારે હું લોકો સુધી પહોંચી ત્યારે મને લાગ્યું કે ઘણા લોકોને મારું સાંસદ બનવું પસંદ નથી. મીડિયા સાથે ચર્ચા દરમિયાન મિમીએ કહ્યું કે મેં મમતા બેનર્જીને 2022માં પણ સાંસદ પદ પરથી રાજીનામું આપવા કહ્યું હતું. તેમણે તે સમયે તેને ફગાવી દીધુ હતુ. આ વખતે તે જે પણ કહેશે, હું આગળની પ્રક્રિયાને અનુસરીશ. જણાવી દઇએ કે, મિમી ચક્રવર્તી બંગાળી ફિલ્મ અભિનેત્રી છે અને વેબસાઇટ અનુસાર, તેની સંપત્તિ 2.43 કરોડથી વધુ છે.
મિમી ચક્રવર્તીની સંપત્તિ
વર્ષ 2019ના ચૂંટણી એફિડેવિટ મુજબ તેની જંગમ સંપત્તિ 1.24 કરોડ રૂપિયાથી વધુ છે. એફિડેવિટમાં તેણે જણાવ્યું હતું કે તેની પાસે 25,000 રૂપિયા રોકડ છે અને 71.89 લાખ રૂપિયા બેંક ડિપોઝિટ છે, જ્યારે તેણે મ્યુચ્યુઅલ ફંડમાં લગભગ 50 હજાર રૂપિયાનું રોકાણ કર્યું છે. ચક્રવર્તી પાસે લગભગ 10 લાખ રૂપિયા છે, જેમાંથી તેને 3.26 લાખ રૂપિયાની જ્વેલરી વારસામાં મળી છે, જ્યારે 5.59 લાખ રૂપિયાની જ્વેલરી તેણે પોતે ખરીદી છે. આ સિવાય તેની પાસે બે કાર પણ છે.